Advertisement
Author: નોબત સમાચાર

ગૂગલે ભારત સ્થિત ૪પ૦ કર્મચારીઓની નોકરી રાતોરાત છીનવી લીધીઃ છટણી શરૃ

મેઈલ મારફતે થઈ છટણી પ્રક્રિયાઃ

હૈદ્રાબાદ તા. ૧૭ઃ ગૂગલે તેમના ભારત સ્થિત ૪પ૦ જેટલા કર્મચારીઓની રાતોરાત મેઈલ દ્વારા આદોેશો કરીને છટણી કરી હોવાનું જાણવા મળે છે.

ગૂગલમાંથી થોડા સમય પહેલા છટણીના સમાચાર જોવા મળ્યા હતાં. ત્યારપછી ગૂગલે હવે ભારતમાં છટણી શરૃ કરી દીધી છે. અહેવાલો પરથી મળતી માહિતી અનુસાર ગઈકાલે અમેરિકાની મોટી ટેક કંપની ગૂગલે ભારતના અલગ અલગ વિભાગમાંથી લગભગ ૪પ૦-પ૦૦ કર્મચારીઓને છૂટા કરી દીધા હતાં.

હૈદ્રાબાદ અને બેંગ્લોરમાં લેવલ ફોર સોફ્ટવેર ડેવલપર્સ, બેંક એન્ડ ડેવલપર્સ, ક્લાઉડ એનજિનિયર્સ અને ડિજિટલ માર્કેટર્સ તરીકે કામ કરતા કેટલાક કર્મચારીઓને છૂટા કરી દેવાના અહેવાલ મળી રહ્યા છે.

મેઈલ મારફતે થઈ છટણી

અહેવાલો દ્વારા મળતી જાણકારી અનુસાર ભારતમાં પણ છટણી પ્રક્રિયા મેઈલ મારફતે કરવામાં આવી છે. પહેલા પણ આ રીતે અમેરિકામાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. હવે ભારતમાં પણ આ જ રીતે પ્રતિક્રિયા જોવા મળી છે. હજુ ગયા મહિને જ ગૂગલે તેમના ૧ર,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવા માટેની યોજના લાવ્યું હતું. જેની શરૃઆત થઈ ગઈ છે. સુંદર પિચાઈએ આ બાબતની જાણકારી આપતા કહ્યું હતું કે, 'આ વાત સાથે જોડાયેલી તમામ બાબતની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh