Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદની ટ્રાવેલ્સ પેઢીવાળા દંપતીએ ટિકિટ તથા વીઝા કરાવી દેવાની લાલચ બતાવી પડાવી લીધી રકમઃ
જામનગર તા.૧૭ ઃ જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસે વસવાટ કરતા એક નિવૃત્ત સરકારી કર્મચારીએ પત્ની સાથે હજ્જ પઢવા જવાનું નક્કી કર્યા પછી અમદાવાદની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પેઢીનો સંપર્ક કર્યાે હતો. આ પેઢીવાળા મહિલા તથા તેના પતિએ દસ મહિના પહેલા રૃા.૧૦ લાખ ઉપરાંતની રકમ ટિકિટ તથા વીઝા કરાવવા માટે મેળવી લીધા પછી તે રકમ ઓળવી લેતાં આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે છેતરપિંડી આચરનાર દંપતી સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગુલાબનગર રોડ પર આવેલી પેટ્રોલપંપ પાછળની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં વસવાટ કરતા નિવૃત્ત સરકારી કર્મચારી રફીકભાઈ ઉસ્માનભાઈ ખીરા તથા તેમના પત્નીએ હજ્જ પઢવા જવા માટે મક્કા મદીનાની ટુરનું આયોજન કર્યા પછી અમદાવાદના ફૈઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા સાહીનબેન મહંમદ કાલીમ તથા મહંમદ કાલીમ પરીયાણીનો સંપર્ક થયો હતો.
આ દંપતીએ મક્કા મદીના માટે ટિકિટ તથા વીઝા કરાવવા માટે વાત કર્યા પછી રફીકભાઈને તેમના બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી. તેથી રૃા.૧૦ લાખ અને ૧૦ હજારની રકમ સાહીનબેનના બેંક એકાઉન્ટમાં રફીકભાઈએ મોકલાવી હતી.
તે રકમ મળી ગયા પછી ટિકિટ અને વીઝા મળી જશે તેવી વાત ગઈ તા.૨૫ માર્ચ ૨૦૨૨ના દિવસે કરવામાં આવ્યા પછી રફીકભાઈને ટિકિટ અને વીઝાના નામે આંબા આંબલી બતાવવામાં આવતા હતા. સતત દસ મહિના સુધી આ બાબતે જુદા જુદા બહાના કાઢ્યા પછી સાહીનબેન અને મહંમદ કાલીમ ટિકિટ કે વીઝા અપાવતા ન હતા અને રકમ પણ પરત આપતા ન હતા તેથી પોતે છેતરાઈ ગયા હોવાની લાગણી અનુભવતા રફીકભાઈએ આખરે ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદના ફૈઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બંને વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag