Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ભડકેશ્વર મંદિરે આવતીકાલે મહા શિવરાત્રિનો મેળોઃ મધ્ય રાત્રિએ ઝાલર આરતી

ટુરીઝમના વિકાસ સાથે એક દાયકા દરમિયાન ભાવિકોનો ધસારો વધ્યો

દ્વારકા તા. ૧૭ઃ દ્વારકાના પૌરાણિક ભડકેશ્વર મહાદેવ મંદિરે શનિવારે મહા શિવરાત્રિનો લોકમેળો યોજાશે. જેમાં દિવસભર વિવિધ દર્શનનો લાભ ભાવિકોને મળશે.

દ્વારકા યાત્રાધામમાં આવતીકાલે શનિવારે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પશ્ચિમી છેવાડે સમુદ્રની વચ્ચે બિરાજતા પૌરાણિક ભડકેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લોકમેળો યોજાનાર છે જેમાં સમગ્ર ઓખામંડળના શિવભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટશે. શનિવારે વહેલી સવારના ચાર વાગ્યાથી ભાવિકો મંદિરે પહોંચી, દૂધ, અભિષેક જળ, તીર્થજલ ચડાવી ધન્યતા પ્રાપ્ત કરશે અને શિવાલય હર હર મહાદેવ તથા ઁ નમઃ શિવાયના નાદ્થી ગૂંજી ઊઠશે. પૌરાણિક અને ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતું ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકામાં સમુદ્રની વચ્ચે આવેલું છે.

શનિવારે મહાશિવરાત્રિ નિમિત્તે અહીં ભવ્ય લોકમેળો યોજાશે. રતાકર પોતાના જળથી ભગવાન શિવના નિત્ય ચરણ પખાળી શકે તે માટે અફાટ જળરાશીની મધ્યે ખડક પર ભડકેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય આવેલું છે.

આમ તો આ પાવન ભૂમિ હોય, આ ક્ષેત્રમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. દ્વારકાની પશ્ચિમી છેવાડે આવેલ ભડકેશ્વર મહાદેવ મંદિરમાં થોડા વર્ષો પૂર્વે મુખ્યત્વે સ્થાનિકો અને ઓખામંડળવાસીઓ દર્શનાર્થે આવતા, પરંતુ છેલ્લા એક દસકામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ પૌરાણિક ધરોહરના વિકાસ માટે અનેક વિકાસ પ્રોજેક્ટ હાથ ધર્યા હોય, છેલ્લા દસકામાં અહીં ટુરીઝમને વેગ મળ્યો હોય, દ્વારકા આવતા તમામ ભાવિકો તેમજ ટુરીસ્ટ પણ આ ધાર્મિક અને ભૌગોલિક મહત્ત્વના પૌરાણિક શિવાલયના દર્શને આવતા હોય, ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે, અને ધસારો વધ્યો છે. આ કારણે સંભવિત ભાગદોડ થતી અટકાવવાના પ્રબંધો પણ આવા પ્રકારના સ્થળે જરૃરી હોય છે.

મહાશિવરાત્રિ નિમિત્તે ભડકેશ્વર મહાદેવના શિવ લિંગે શિવ ભક્તોને આવતીકાલે વહેલી સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી દૂધ, અભિષેક જલ, તીર્થજલ અભિષેક તેમજ બિલીપત્ર ચડાવી પૂજા અભિષેક કરવા દેવામાં આવશે. ત્યારપછી બિલીપત્ર અને અભિષેક પૂજારી દ્વારા કરવામાં આવશે. બપોરના બાર વાગ્યે ભાંગની આરતી તથા ભોગ ધરાવવામાં આવશે.

એ પછી ત્રણ વાગ્યાથી સાંજે નવ વાગ્યા સુધી પુષ્પ શણગારના દર્શન થશે. સાંજે સાત વાગ્યે આરતી થશે. રાત્રે બાર વાગ્યે નગારા ઝાલર સાથે વિશેષ આરતી થશે. બાર વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી ભજન સંધ્યાનું અને શિવસંકીર્તનનું આયોજન રાખવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ અહીં ઓખામંડળમાંથી શિવ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડશે. મહાદેવને બિલીપત્ર તથા દૂધનો અભિષેક કરી ષોડશોપચાર મંત્રો સાથે શિવજીની વિશેષ પૂજા-અર્ચના કરી ભાવિકો ધન્યતા પ્રાપ્ત કરશે. અહીં દિવસભર રાજ્ય અને દેશભરમાંથી આવતા ભાવિકોને દર્શનનો લાભ મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh