Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્સર ક્ષેત્રે સેવા બદલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રવિવારે
જામનગર તા. ૧૭ઃ કેન્સર કેર કાઉન્સિલ જામનગર ઘણા સમયથી કેન્સર ક્ષેત્રે સેવા આપી રહી છે. કેન્સર કેર કાઉન્સિલના કર્મયોગી, તેમજ સંસ્થામાં ઘણાં સમયથી વ્યસનમુક્તિ, કેન્સર અવેરનેશ પ્રોગ્રામ, કેન્સર અંગે જનજાગૃતિ અભિયાન, પોસ્ટર પ્રદર્શન, રાશનકીટ વિતરણ, જરૃરિયાતમંદને કેન્સર માટે દવા વિતરણ, તેમજ કોરોના સમયે માસ્ક વિતરણ, આર્થિક સહાય, દીકરીના લગ્ન, શિક્ષણ ફી, જેવી નિષ્ઠાથી કામગીરીમાં સહયોગ આપનાર શ્રેષ્ઠ કર્મયોગીનો એવોર્ડ દ્વારા સન્માન સમારંભનું આયોજન તા. ૧૯-ર-ર૩ ને રવિવારના સાંજે પ કલાકે શેખર માધવાણી લાયન્સ કોમ્યુનિટી હોલ, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં નવનિયુક્ત ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા તથા શ્રી દિવ્યેશભાઈ અકબરી તેમજ નવનિયુક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનિષભાઈ કનખરાના સન્માન સમારંભનું આયોજન કેન્સર કેર કાઉન્સિલ જામનગર દ્વારા કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં શ્રીમતી બીનાબેન કોઠારી (મેયર), પૂનમબેન માડમ (સંસદસભ્ય), વિમલભાઈ કગથરા (પ્રમુખ, જામ. શહેર ભાજપ), અમીબેન પરીખ (ડાયરેક્ટર, પવન હંસ લિ.), મેરામણભાઈ ભાટુ (મહામંત્રી, જામ. શહેર ભાજપ), બી.કે. સાબુ (અગ્રણી ઉદ્યોગપતિ) તથા પ્રદીપભાઈ માધવાણી (તંત્રીશ્રી, 'નોબત' દૈનિક, જામનગર) ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું આયોજન કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયા તથા હસમુખભાઈ ધોળકિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag