Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના ઉપક્રમે
ભાટીયા તા. ૧૭ઃ ભાટીયામાં શિવરાત્રી પ્રસંગે કાનાણી હોલ દુધેશ્વર મહાદેવ મંદિરે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ભાટીયાના દુધેશ્વર મહાદેવ મંદિરે કાનાણી હોલમાં તા. ૧૮ ના મહાશિવરાત્રીના પાવન દિવસે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થા દ્વારા શિવરાત્રી નિમિત્તે શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય પ્રોગ્રામ ઉપરાંત સ્વાગત નૃત્ય-સત્યમ-શિવમ સુંદરમ્ નૃત્ય-શિવ તાંડવ નૃત્ય તેમજ વ્યસન મૂક્તિ નાટક અને પ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગો સવારે ૮ વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા સુધી યોજાશે જેમાં સાંંજે ચાર વાગ્યાથી નૃત્ય-નાટક, આધ્યાત્મિક રહસ્ય શિવરાત્રીનું યોજાશે જેમાં ભાટીયા ગામના દરેક ધર્મપ્રેમી લોકો ભાગ લેશે તેમ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના બાંસતીબેન દ્વારા અનુરોધ કરાયો છે. તા. ૧૮ ના શિવરાત્રી અંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે એક મિટિંગ કાનાણી હોલમાં મળી હતી જેમાં બ્રહ્માકુમારી સંસ્થાના નેપાળ સ્થિત ટ્રેનર લીલાભાઈ પોખરેલ, બિન્દુબેન ચંદારાણા, વર્ષાબેન ઠુમ્મર, ભાટીયાના સામાજિક આગેવાનો નિલેશભાઈ કાનાણી, જગુભાઈ ગોકાણી, વેજાણંદભાઈ ચાવડા, અરવિંદભાઈ દાવડા વિગેરેએ આયોજન નક્કી કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag