Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા તથા જામનગરમાંથી બે બાઈકની ઉઠાંતરી કરનાર ખંભાળિયાના બે શખ્સ ઝબ્બે

રૃા.૭૦ હજારના બંને બાઈક કરી લેવાયા કબજેઃ

ખંભાળિયા તા.૧૭ ઃ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા પ્રવીણદાસ નાનકદાસ શ્રીમાળી તથા ગાયત્રીનગરમાં રહેતા કમલેશ હરીશભાઈ પરમાર નામના બે શખ્સ પાસે ચોરાઉ બાઈક હોવાની બાતમી ખંભાળિયા પોલીસને મળતા પોલીસ કંટ્રોલના નેત્રમ-સીસીટીવી કેમેરા ઓપરેટીંગ ટીમની મદદ લઈ બંને શખ્સની હિલચાલ પર નજર રાખવામાં આવ્યા પછી બંનેને પોકેટ કોપ એપની મદદથી અટકમાં લેવામાં આવ્યા હતા.

આ શખ્સોની પૂછપરછ કરાતા આ શખ્સોએ થોડા દિવસ પહેલા ખંભાળિયામાંથી જીજે-૩૭-એ ૨૧૮૩ તથા જામનગરના સિટી-બી ડિવિઝન વિસ્તારમાંથી જીજે-૧૦-ડીડી ૪૧૭૦ નંબરનું બાઈક ચોર્યાની કબૂલાત આપી છે. પોલીસે રૃા.૭૦ હજારના બંને બાઈક કબજે કરી પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સો બાઈકને ચાવી પાસેથી ડાયરેક્ટ કરી તેની ઉઠાંતરી કરી લેતાં હોવાનું બહાર આવ્યું છે. આ કાર્યવાહી પીઆઈ ડી.એમ. ઝાલાના વડપણ હેઠળ પીએસઆઈ એમ.એચ. જોષી તથા સ્ટાફે કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh