Advertisement
Author: નોબત સમાચાર

રવિપાર્ક ટાઉનશીપમાં તૂટેલી-ફૂટેલી ઉભરાતી ગટરોનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાશે ખરો?

એક દાયકા પહેલા તૈયાર થયેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે મરામત માંગે છેઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરના વોર્ડ નં. ૬ મા આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં લગભગ એક દાયકા પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું હતું, તે સુધારવાની જરૃર જણાઈ રહી છે, અને આ ટાઉનશીપની શેરીઓમાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાય, તે અત્યંત જરૃરી છે. આ ઉપરાંત આંતરિક માર્ગો અને સ્ટ્રીટાલાઈટ વગેરેની કાયમી જાળવણી અને મરામતની પણ જરૃર જણાય છે.

જામનગરના મેયર, સ્થાનિક કોર્પોરેટર, સ્થાનિક હોદ્દેદારો, અગ્રણીઓ વગેરેએ રવિપાર્ક ટાઉનશીપ સહિત વોર્ડ નં. ૬ ની મુલાકાત લીધા પછી અહીં વસવાટ કરતા નગરજનોને હવે આશા જાગી છે કે, હવે કાંઈક થશે ખરૃ!

ટૂટેલી-ફૂટેલી-ઉભરાતી ગટરો

રવિપાર્ક ટાઉનશીપની ભૂગર્ભ ગટરની વ્યવસ્થા તદ્ન બિસ્માર થઈ ગઈ છે. વારંવાર ગટરો ઉભરાઈ જતા શેરીઓમાં ગટરના ગંદા પાણી ફરી વળે છે. આ અંગે ફરિયાદ કર્યા પછી થતી મરામત થીગડા જેવી નિવડે છે અને એક સ્થળે સમસ્યા બંધ થાય તો બીજા સ્થળે ગટરો ઉભરાવા લાગે છે. આવું થવાનું જે કારણ હોય તે ખરૃ, પરંતુઆ કારણે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી પડે છે, અને જાહેર આરોગ્ય પણ જોખમાય છે. આથી જે પણ કારણ હોય, તેનો ઉકેલ લાવીને ગટરો ઉભરાતી બંધ કરવાની જવાબદારી સંબંધિત તંત્રોની જ છે, અને આ અંગે વોર્ડ નંબર ૬ ના કોર્પોરેટર પણ રજૂઆતો કરતા જ હશે, હવે મેયરની મુલાકાત પછી રવિપાર્ક ટાઉનશીપની સમગ્ર ભૂગર્ભ ગટર વ્યવસ્થાનું નવનિર્માણ કે આધુનિકરણ થશે, તેવી આશા જાગી છે.

શેરી નં. ૬ (બી) ની સમસ્યા કાયમી ધોરણે ઉકેલો

રવિપાર્ક ટાઉનશીપની શેરી નં. ૬ (બી) માં જુદી જુદી ગટરો ઉભરાતી રહે છે અને ફરિયાદો ઊઠ્યા પછી એકાદ સ્થળે તો મરામત થઈ જે આવકાર્ય છે, પરંતુ તેની બરાબર સામે જ તૂટેલી-ફૂટેલી ગટર સહિત ટાઉનશીપમાં અન્ય ગટરોના તૂટેલી ઢાંકણાઓ બદલવામાં આવ્યા નથી. આ ટાઉનશીપમાં અનેક સ્થળે ગટરના ઢાંકણાઓ કાં તો છે જ નહીં, અથવા તો તૂટી-ફૂટી ગયા છે, તેના સ્થાને નવી કુંડીઓ કરીને તેના પર નવા ઢાંકણા ફીટ કરવા અત્યંત જરૃરી છે. શેરી નં. ૬ (બી) માં વારંવાર સર્જાતી ગટરની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવી જરૃરી હોવાનું આ શેરીમાં રહેતા પૂર્વ જિલ્લા માહિતી અધિકારી વિનોદભાઈ કોટચા સહિતના સ્થાનિક રહીશોએ પણ જણાવ્યું છે. આ સમસ્યાનો સત્વરે ઉકેલ આવે, તેવું સ્થાનિક રહીશો ઈચ્છે છે.

માર્ગો-શેરીગલીના માર્ગો

આ ટાઉનશીપમાં મુખ્ય માર્ગ અને આંતરિક માર્ગો પણ મરામત માંગે છે. આ મુદ્દે મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રો-સમિતીઓ કે જવાબદારોએ સંકલન કરીને મુખ્ય માર્ગ તથા શેરી-ગલીઓના માર્ગોનું આધુનિકરણ કરવું જોઈએ. કારણ કે આ ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયું તેને લગભગ એક દાયકો થઈ ગયો હશે.

સ્ટ્રીટલાઈટ

આ ટાઉનશીપમાં સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થા તો છે, પરંતુ જ્યારે લાઈટ બંધ થઈ જાય, ત્યારે પુનઃ ઝડપભેર શરૃ થાય તેવી વ્યવસ્થા જરૃરી છે. મુખ્ય ગેઈટથી છેલ્લી શેરી સુધીના આખા મુખ્ય માર્ગો પર સ્ટ્રીટલાઈટો જરૃરી છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં અંધારૃ રહે છે. આ માટે નિયમિત તપાસણી થાય તે પણ જરૃરી છે.

બગીચાનું વિસ્તૃતિકરણ

અન્ય સુવિધાઓ

સ્થાનિક રહીશો ઉપરાંત સોસાયટી તરફથી પણ વિવિધ સ્તરે અન્ય કેટલીક રજૂઆતો પણ થતી રહે છે. આ ટાઉનશીપમાં ઘણાં વર્ષે મંદિર બન્યું છે, અને એકાદ સ્થળે પાર્ટીપ્લોટ કે નાના-મોટા પ્રસંગો ઉજવી શકાય, તેવા સાંસ્કૃતિક હોલ, જીમ અને વોક-વે ની જરૃર છે. આ મંદિરના વિસ્તૃતિકરણ સાથે આજુબાજુમાં બાગ-બગીચા જેવું સંકુલ બને તે જરૃરી છે. પ્લેગ્રાઉન્ડ પણ હોવું જોઈએ. તાજેતરમાં જ આ ટાઉનશીપના સોસાયટી પ્રમુખને બગીચાનો હવાલો (ઘણી રજૂઆતો પછી) સોંપાયો, અને હવે મેયરે મુલાકાત લીધા પછી આ બગીચાનું વિસ્તૃતિકરણ થશે અને બાલક્રિડાંગણથી માંડીને સિનિયર સિટીઝનો સુધીના વયજુથોને અનુરૃપ અન્ય સુવિધાઓ પણ વિક્સાવાય, તે માટે સોસાયટી અને મનપા તરફથી સહિયારા પ્રયાસો થશે, તેવી આશા પણ જાગી છે. રવિપાર્ક ટાઉનશીપ સામે જ નિલકંઠ ટાઉનશીપ બન્યું હોવાથી મુખ્ય ગેઈટની બહાર રીંગરોડ પર બન્ને તરફ સ્પીબ્રેકર પણ જરૃરી છે.

વેરાવસૂલાત મુજબ સુવિધાઓ જરૃરી

જો કે, મહાનગરપાલિકાએ રજૂઆતો પછી આ ટાઉનશીપમાં પીવાના પાણીના ઘરે-ઘરે નળજોડાણો આપી દીધા પછી નિયમિત પાણી પપુરવઠો મળી રહ્યો છે. અન્ય તમામ સુવિધાઓ પણ મળે, અને નિયમિત કરવેરા ભરતા નગરજનોને જરૃરી પ્રાથમિક સવલતો પણ મળી રહે તે પણ અત્યંત જરૃરી ગણાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh