Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે હોટલના મેનેજરનું નોંધ્યું નિવેદનઃ
જામનગર તા.૧૭ ઃ જામનગરની એક હોટલમાં ઉતરેલા મુંબઈના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. સંભવિતઃ રીતે તેઓનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકના બનેવીનું નિવેદન નોંધી તપાસ શરૃ કરી છે.
જામનગરની રવિ રેસીડેન્સી નામની હોટલમાં રૃમ નં.૩૦૩માં મુંબઈના અંધેરી વિસ્તારમાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા જયદીપભાઈ સુભાષભાઈ નામના ત્રેપન વર્ષના પ્રૌઢ ઉતર્યા હતા. તેઓના રૃમનો દરવાજો ગઈકાલ બપોર સુધી નહીં ખૂલતા હોટલના સ્ટાફે ત્યાં તપાસ કરાવી હતી.
તે દરમિયાન રૃમનો દરવાજો અંદરથી બંધ હોવાનું જણાઈ આવતા મેનેજરે પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલા સિટી-બી ડિવિઝનના જમાદાર જયસુખભાઈ મકવાણાએ દરવાજો ખોલાવી અંદર ચેક કરતા જયદીપભાઈ બેડ પર બેશુદ્ધ જેવી હાલતમાં જોવા મળ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતા તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
આ યુવાન વાડીનાર પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નિયમિત રીતે વિઝીટ માટે છેલ્લા પંદરેક વર્ષથી આવતા હોય તે વિગતના આધારે પોલીસે મુંબઈમાં રહેતા તેઓના પરિવારને જાણ કરી હતી. તે દરમિયાન આ યુવાનનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું હતું.
મૃતકના મુંબઈથી દોડી આવેલા કુટુંબી બનેવીએ પોલીસ સમક્ષ પહોંચી મૃતકની ઓળખ આપી છે. મૃતદેહનું પી.એમ. કરાવ્યા પછી પોલીસે બોડી તેમના પરિવારજનોને સોંપવાની તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag