Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય મૂળના નીલ મોહન બનશે યુટ્યુબના નવા સીઈઓ

સુસાન વોજસિકીના પદત્યાગ પછી

નવી દિલ્હી તા. ૧૭ઃ ભારતીય મૂળના નીલ મોહન યુટ્યુબના નવા સીઈઓ બનશે. યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકી પદ છોડશે તે પછી યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર નીલ મોહન યુટ્યુબના નવા વડા હશે.

સમગ્ર વિશ્વમાં ભારત પોતાનું આગવું સ્થાન ઊભું કરી રહ્યું છે. યુટ્યુબ એક એવો સ્ત્રોત છે જ્યાં દરેક પ્રશ્નોના જવાબ સરળતાથી મળી જાય છે તેમજ હવે તો યુટ્યુબમાં વીડિયો દ્વારા કમાણી પણ કરી શકાય છે. ત્યારે ગુરુવારના યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

યુટ્યુબના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુસાન વોજસિકી વિશ્વના સૌથી મોટા ઓનલાઈન વીડિયો પ્લેટફોર્મના સુકાન પર નવ વર્ષ પછી પદ છોડશે. તેણીએ આજે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેણીએ જણાવ્યું કે યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર નીલ મોહન યુટ્યુબના નવા વડા હશે. પ૪ વર્ષિય વોજસિકીએ કહ્યું કે, તે હવે 'કુટુંબ, આરોગ્ય અને વ્યક્તિગત પ્રોજેક્ટ્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. તેણે કહ્યું કે, તે આ પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહી છે.'

વર્ષ ર૦રર માં યુટ્યુબએ જાહેરાતોથી ર૯.ર બિલિયન ડોલરની કમાણી કરી હતી, જે તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટની કુલ આવકના ૧૦ ટકાથી વધુ હત. ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ અને સેગેંઈ બ્રિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સુસાનનું ગૂગલને પ્રોપ્યુલર બનાવવામાં અસાધારણ યોગદાન રહ્યું છે. છેલ્લા રપ વર્ષોમાં તેઓએ જે કર્યું છે તેના માટે અમે ખૂબ જ આભારી છીએ.'

અમેરિકન-ભારતીય મૂળના નીલ મોહન નવેમ્બર ર૦૧પ માં યુટ્યુબ સાથે જોડાયા હતાં. નીલ મોહનની લિંકડઈન પ્રોફાઈલ દર્શાવે છે કે તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. આ પછી તેણે એક્સચેન્જ કંપની સાથે કરિયરની શરૃઆત કરી. હાલમાં યુટ્યુબમાં પ્રોડક્ટ ઓફિસર તરીકે કાર્યરત છે.

નીલ મોહન હવે આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ સાથે કામ કરશે. નીલ મોહન અને તેની પત્ની હેમા સરીમ મોહન, પિચાઈ પણ ભારતીય મૂળના છે. ત્યારથી વિશ્વની ઘણી ટેક કંપનીઓમાં ભારતીય મૂળના સીઈઓ છે જેમાં માઈક્રોસોફ્ટ સીઈઓ સત્ય નડેલા, એડબ સીઈઓ શાંતનુ નારાયણ અને આઈબીએમ સીઈઓ અરવિંદ કૃષ્ણનો સમાવેશ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh