Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના નવાગામમાં બેશુદ્ધ હાલતમા મળી આવેલા પ્રૌઢનું સારવારમાં થયું મૃત્યુ

પડખામાં દુખાવો ઉપડ્યા પછી યુવકનું પ્રાણ પંખેરૃ ઉડ્યુંઃ

જામનગર તા.૧૭ ઃ જામનગરના ગુરૃદ્વારા સર્કલ પાસે આવેલી એક ઈમારતમાં પાંચમા માળે વસવાટ કરતા વિપ્ર યુવાનનું પડખામાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. જયારે લાલપુરના નવાગામમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા પ્રૌઢ પર કાળનો પંજો પડ્યો છે.

જામનગરના ગુરૃદ્વારા સર્કલ પાસે આવેલી શ્યામ ટ્રાવેલ્સવાળી બિલ્ડીંગના પાંચમા માળે રહેતા પ્રિતેશ કુમાર કૃષ્ણકુમાર પંડ્યા (ઉ.વ.૩૦) નામના યુવાનને ગઈકાલે બપોરે પડખામાં દુખાવો થવા લાગતા અને ઉલ્ટી-ઉબકા થતાં તેઓને ૧૦૮માં જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ યુવાનને હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબોએ ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા આ યુવાનના માતા ક્રિષ્નાબેન પંડ્યાએ પોલીસને જાણ કરી છે. જમાદાર જયસુખભાઈ મકવાણાએ અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૃ કરી છે.

લાલપુર તાલુકાના નવાગામના ખનુભાઈ ચનાભાઈ સોલંકી નામના પંચાવન વર્ષના પ્રૌઢ બુધવારે સવારે ત્યાં ઠલવવામાં આવતા ભંગાર નજીકના ધૂળના ઢગલા પાસેથી બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. તેઓને એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ થયાનું વિઠ્ઠલભાઈ સોલંકીએ પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh