Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂકંપના કારણે કોઈ જાનહાનિ નહીંઃ
જમ્મુ તા. ૧૭ઃ જમ્મુ અને કાશ્મીરમાં કટરાથી ૯૭ કિ.મી. પૂર્વમાં આજે સવારે લગભગ પ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલો અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૬ નોંધાઈ હતી, જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુક્સાન થયું નથી.
દેશના પૂર્વોત્તર રાજ્યોમાં પણ ગઈકાલે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ગઈકાલે મેઘાલયમાં ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ ભૂકંપ સવારે લગભગ ૯-૩૦ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ૪૬ કિલોમીટરની ઊંડાઈએ પૂર્વ ખાસી હિલ્સમાં હતું.
આ ભૂકંપ શિલોંગ, પૂર્વ ખાસી હિલ્સ જિલ્લા મુખ્યાલય, રી-ભોઈ અને આસામના કામરૃપ મેટ્રોપોલિટન જિલ્લાના ભાગોમાં અનુભવાયો હતો. ભૂકંપથી જાનહાનિ અથવા સંપત્તિને નુક્સાનના કોઈ અહેવાલો હજુ સુધી આવ્યા નથી. ઉત્તર-પૂર્વિય પ્રદેશ ઉચ્ચ સિસ્મિક ઝોનમાં આવે છે, જ્યાં ધરતીકંપના આંચકા વારંવાર અનુભવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag