Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાનું ભારતને પ્રચંડ સમર્થનઃ સેનેટમાં રજૂ થયો ચીનની ઝાટકણી કાઢતો પ્રસ્તાવ

અરૃણાલને ભારતનું અભિન્ન અંગ ગણાવી એલએસી પર ચીનના આક્રમણને વખોડ્યું

નવી દિલ્હી તા. ૧૭ઃ અરૃણાચલ-સરહદ મામલે અમેરિકાએ ચીનને ફટકાર્યું છે, અને એક પ્રસ્તાવમાં અરૃણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે એવું કહી અમેરિકાએ ચીનનું નાક કાપી લીધું છે. એલએસી પર ડ્રેગનની આક્રમક્તાની પણ ટીકા કરી છે. અમેરિકી સેનેટ તરફથી રજૂ થયેલા પ્રસ્તાવમાં ભારતને પ્રચંડ સમર્થન મળતા હવે ચીનનું બ્લડપ્રેશર વધી શકે છે.

અમેરિકાએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનના આક્રમણની ઝાટકણી કાઢી છે અને ભારતને પણ સમર્થન મળ્યું છે. યુએસ સેનેટ દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં અરૃણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવમાં ભારતની 'સંપ્રભૂતા અને પ્રાદેશિક અખંડિતતા'નું સમર્થન કરવામાં આવ્યું છે. આ સાથે ચીનની પણ નિંદા કરવામાં આવી છે.

આ પહેલીવાર છે જ્યારે સેનેટે આવો પ્રસ્તાવ લાવીને ભારતને સમર્થન આપવાનું વચન આપ્યું છે. યુએસ સેનેટનો ઠરાવ એલએસીની યથાસ્થિતિ બદલવા માટે 'લશ્કરી દળ'ના ઉપયોગની નિંદા કરે છે. આ સાથે અન્ય ઉશ્કેરણીજનક પગલાં માટે પણ ચીનનો વિરોધ કરવામાં આવ્યો છે. અમેરિકાના પ્રસ્તાવમાં ભારત દ્વારા સંરક્ષણ માટે ઊઠાવવામાં આવેલા પગલાંને પણ સમર્થન આપવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ મુજબ ભારત દ્વારા આ પગલાં ચીન તરફથી આક્રમક અને સુરક્ષા જોખમોના વિરોધમાં લેવામાં આવ્યા છે. જેફ માર્કલ અને બિલ હેગર્ટી દ્વારા યુએસ સેનેટમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે તેને જોન કોરીનનો પણ સપોર્ટ મળ્યો છે.

અમેરિકાની સેનેટમાં જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે તેમાં અરૃણાચલ પ્રદેશના વિકાસ કાર્યો અને સંરક્ષણ આધુનિકિકરણને પણ ભારતે આવકાર્યું છે. સેનેટ દ્વારા લાવવામાં આવેલી દરખાસ્તો અનુસાર ભારત સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરી રહ્યું છે અને તે અમેરિકન સહાયને વધુ વધારવા માટે પણ પ્રતિબદ્ધ છે. સેનેટે તાજેતરમાં પગલાં સહિત યુએસઅભારત દ્વિપક્ષીય ભાગીદારી માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. અમેરિકાના બે સાંસદોએ અરૃણાચલ પ્રદેશના મુદ્દે ભારતને સમર્થન આપતું આ દ્વિપક્ષીય બિલ યુએસ સંસદમાં રજૂ કર્યું છે.

ચીન ભારતના અરૃણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે, જેના કારણે ચીન હવે પૂર્વ સેક્ટરમાં એલએસી પર આક્રમક્તા બતાવી રહ્યું છે. ભૂતકાળમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. આ તમામ ઘટનાઓ વચ્ચે અમેરિકન ધારાશાસ્ત્રીઓએ આ બિલ રજૂ કર્યું છે.

અમેરિકાની કોંગ્રેસના એક્ઝિક્યુટિવ કમિશન ઓન ચીનના સહ-અધ્યક્ષ સેનેટર જેફ મર્કલેએ કહ્યું કે, અમેરિકા વિશ્વભરમાં સ્વતંત્રતા અને કાયદાના શાસનનું સમર્થન કરે છે. આ બિલમાં યુએસ સરકારને સહયોગી દેશો સાથે સંબંધો વધુ મજબૂત કરવા જણાવ્યું હતું અને ચીનની આક્રમક્તાની ટીકા કરવામાં આવી છે. સેનેટર બિલ હેગર્ટીના જણાવ્યા અનુસાર એવા સમયે જ્યારે ચીન હિન્દ પ્રશાંત મહાસાગરમાં સ્વતંત્રતા માટે ખતરો બની રહ્યું છે, ત્યારે અમેરિકાએ તેના વ્યૂહાત્મક ભાગીદારો સાથે ખભે ખભા મિલાવવા પડશે. ખાસ કરીને ભારત સાથે.

બિલ હોગર્ટીએ કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થવી જોઈએ. કવાડમાં સહકાર વધારવો જોઈએ, જથી હિન્દ મહાસાગરમાં મુક્ત અવરજવર સુનિશ્ચિત કરી શકાય. અમેરિકા મેકમોહન રેખાને ભારત અને ચીન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ માને છે. ચીની સેના બોર્ડર પર યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી રહી છે. આ માટે ચીની સેના બોર્ડર પર ગામડાઓ વસાવી રહી છે.

આ સાથે ચીની ભાષામાં લખાયેલો નવો નક્શો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અરૃણાચલ પ્રદેશને ચીનનો ભાગ ગણાવ્યો છે. જેને આ બિલમાં નકારવામાં આવ્યો છે. આ બિલ ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી, આર્થિક સંબંધોને મજબૂત કરવાની વાત કરવામાં આવી છે. ચીનના મુદ્દે અસાધારણ રીતે અમેરિકાની સંસદે ભારતનું પ્રચંડ સમર્થન કરતા ચીનના વડાનું બ્લડપ્રેશર વધી શકે છે, તે પ્રકારના પ્રત્યાઘાતો પણ તદ્વિષયક નિષ્ણાતો આપી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh