Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્ર સરકારના અભિગમ હેઠળ
જામનગર તા. ૬ઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ૧૧ સ્થળોએ વ્યુહાત્મક ઈમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં દ્વારકાનો સમાવેશ થાય છે. જે અન્વયે દ્વારકાના દાત્રાણા-જવાનપર માર્ગે સાડાચાર કિ.મી. લંબાઈની એર સ્ટીમ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. કુદરતી આ૫દા સમયે માર્ગ રેલ સેવા ખોરવાઈ જાય તો તેવાના સમયે હવાઈ માર્ગ ઉપયોગી થઈ શકે તે માટે આ એરસ્ટ્રીમ બનાવાઈ રહી છે.
દ્વારકા-ખંભાળિયા માર્ગે દાત્રાણા-જવાનપર વચ્ચે યુદ્ધ અને કુદરતી આપદા સમયે ઈમરજન્સી લેન્ડીંગ થઈ શકે તે માટે નેશનલ હાઈ-વે ઉપર એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
વર્ષ ર૦૧૮ માં આ જાહેરાત પછી સ્થાનિક કેટલાક વિરોધના કારણ કામ પાછળ ઠેલાયું હતું. આખરે હવે આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે. શરહદની નજીકના વિસ્તારના કારણે આપદા-વ્યવસ્થાપન વ્યુહાત્મક દૃષ્ટિએ આ એર સ્ટ્રીપ ખૂબ જ જરૃરી છે.
અહિં જમીન ઉપલબ્ધી નહીં થતા કામ વિલંબથી શરૃ થયું છે, પરંતુ સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાના સહયોગથી પ્રોજેક્ટ શરૃ થયો છે, જો કે અનેક જમીનધારકોને હજુ સુધી વળતર મળ્યું નથી તેમ પણ સ્થાનિકો જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag