Advertisement
Author: નોબત સમાચાર

'બેટી બચાવો, બેટી પઢાવો' જાગૃતિ રથને લીલીઝંડી

જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધીના હસ્તે

જામનગર તા. ૬ઃ સમગ્ર રાજ્યમાં વર્ષ ર૦૧પ થી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અમલીકૃત કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી, જામનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક  જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જે અંતર્ગત, જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે બેટી બચાવો, બેટી પઢાવો' જાગૃતિ રથને લીલીઝંડી આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાલ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ જાગૃતિ રથ જામનગર જિલ્લાના ૧૦૦ જેટલા ગામડાઓમાં જઈને લોકોને જાગૃત કરશે. તેમજ આગામી ર૦ દિવસ માટે સામાજિક જાગૃતિ, દીકરો-દીકરી એક સમાન, બેટી બચાવો, બેટી પઢાવો જેવા વિવિધ વિષયોને આવરી લેતી ટૂંકી ફિલ્મો આ રથમાં લગાવેલી એલઈડી સ્ક્રીન દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન. ખેર, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી સોનલબેન વર્ણાગર, શ્રી હંસાબેન  ટાઢાણી, શ્રી રૃકસાદબેન, શ્રી ડિમ્પલબેન પાથર તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh