Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૩૭ ગામો માટે નવી વિતરણ યોજનાને 'નલ સે જલ' યોજનાની બેઠકમાં બહાલી

પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા માટે સરપંચો અને વાલ્વમેનોને તાલીમ અપાશે

જામનગર તા.૬ઃ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને 'નલ સે જલ' યોજનાની ૫૧ મી સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના ૩૭ ગામો માટે પાણી વિતરણ વ્યવસ્થાની વિવિધ યોજનાઓને બહાલી અપાઈ હતી.

ગત ઓકટોબર માસમાં વાસ્મો દ્વારા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦% નળ જોડાણની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦માં 'નલ સે જલ' યોજના લોન્ચ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય છે કે, રાજ્યના ગામડાઓમાં દરેક ઘરે-ઘરે પીવાનું સ્વચ્છ પાણી પહોંચે. જે અંતર્ગત, કલેકટર કચેરી, જામનગરના સભાખંડનાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને 'નલ સે જલ' યોજનાની ૫૧મી સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વાસ્મો સંચાલિત જિલ્લા જળ સ્વચ્છતા સમિતિની આગામી કામગીરી વિષે ઉપસ્થિત સદસ્યો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં તાંત્રિક મંજૂરી મળેલ ગ્રામ્ય વિતરણ યોજનાના કાર્યોને વહીવટી બહાલી આપવામાં આવી હતી. જેમાં ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં ઊંચી ટાંકીનું કામ, કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં આંતરિક પાઈપલાઈનનું કામ અને જામનગરમાં નાની માટલીમાં આંતરિક પાઈપલાઈનનું કામ, આ કાર્યોનો સમાવેશ થાય છે. તેમજ અન્ય ૩૪ ગામોમાં પણ વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવી છે.

અધ્યક્ષ અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના સૂચન અનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પાણીજન્ય રોગો વિષે જાગૃત કરવામાં આવશે. તેમજ પીવાના પાણીને શુદ્ધ કરવાની ક્લોરિફિકેશન પ્રક્રિયાના અમલીકરણ માટે વાલ્વમેન અને સરપંચો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવશે.

ઉપરોક્ત બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી હારુન એચ. ભાયા, વાસ્મો યુનિટ મેનેજર ભાવિકા બી. જાડેજા, વાસ્મો જિલ્લા કો-ઓર્ડીનેટર દુષ્યંતસિંહ જાડેજા, આરોગ્ય વિભાગ કો-ઓર્ડીનેટર યજ્ઞેશભાઇ ખારેચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh