Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરપ્રદેશમાં ૯૭ હજાર અને છતીસગઢમાં ૩૩ હજારથી વધુ સ્કૂલોમાં નળજોડાણ નથી !
અમદાવાદ તા. ૬ઃ ગુજરાતની ૩પ હજાર જેટલી સરકારી સ્કૂલોમાંથી ૭ હજાર જેટલી સ્કૂલોમાં નળ કનેકશનો જ અપાયા નહીં હોવાના અહેવાલો વહેતા થતાં તે અંગે ચર્ચા થઈ રહી છે. વિપક્ષોએ આ મુદ્દે સરકાર પર પ્રહારો કરવાનું શરૃ કર્યું છે, તો અન્ય કેટલાક રાજ્યોની સરખામણીમાં ગુજરાતની શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્તા તથા નળ જોડાણોની સ્થિતિ સારી હોવાના પ્રતિભાવો પણ વ્યકત થઈ રહ્યા છે. જો કે, રાજ્યની સ્કૂલોમાં પૂરતા પ્રમાણમાં સેનીટેશન, પીવાનું પાણી, મૂળભૂત સુવિધાઓ તથા રમત-ગમતના સાધન વગેરે ઉપ્લબ્ધ નહીં હોવાના આક્ષેપો સામે રાજ્યની સરકારી શાળાઓ સુવિધા સંપન્ન હોવાના થતા દાવાઓ, પોકળ પુરવાર થઈ રહ્યા છે.
કેન્દ્રીય એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક રિપોર્ટને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ ગુજરાતમાં લગભગ ૩પ હજાર જેટલી સરકારી સ્કૂલો છે, તેમાંથી ૭ હજારથી વધુ સરકારી શાળાઓ એવી છે, જ્યાં નળથી જળ પહોંચતુ નથી, એટલે કે નળ કનેકશન જ નથી.
આ વિશ્લેષણ મુજબ ઉત્તરપ્રદેશની ૯૭ હજારથી વધુ સરકારી સ્કૂલોમાં નળ દ્વારા પાણી પુરવઠો પહોંચ્યો નથી, જ્યારે મધ્યપ્રદેશમાં આ સંખ્યા ૮૧ હજારથી વધુ છે. આસામમાં પણ ર૬ હજારથી વધુ સરકારી સ્કૂલો સુધી નળની પાઈપલાઈન પહોંચી નથી, આ ભાજપ શાસિત રાજ્યોમાં પણ સ્કૂલોને નળજોડાણો પહોંચ્યા નહીં હોવાથી ત્યાંના વિપક્ષો મોદી સરકાર 'નલસે જલ' યોજનાનો ઉલ્લેખ કરીને તીખાતમતમતા કટાક્ષો કરી રહ્યા છે.
જો કે, પ.બંગાળમાંથી ૪૬ હજારથી વધુ, ઝારખંડમાં ર૯ હજારથી વધુ અને છતીસગઢમાં ૩૩ હજારથી વધુ સરકારી સ્કૂલોમાં નળથી પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા નથી. આ રાજ્યોમાં ભાજપ સિવાયના જુદા જુદા રાજકીય પક્ષોન શાસન છે.
જે શાળાઓમાં નળના જોડાણો પહોંચ્યા નથી, ત્યાં અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને પીવાનું પાણી પૂરૃં પાડવામાં આવી રહ્યું છે, જો કે, કેટલીક શાળાઓ એવી પણ છે કે જ્યાં પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા પણ હજુ સુધી થઈ શકી નથી !
આ ઉપરાંત શૌચાલયમાં-સેનીટેશનની અપૂરતી વ્યવસ્થા અંગે પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ઘણી શાળાઓમાં કુમાર અને કન્યાઓ માટે અલગ-અલગ શૌચાલયોની વ્યવસ્થા તો થઈ છે, પરંતુ તેમાં સફાઈના અભાવે ઘણાં શૌચાલયો તદ્દન બિન-ઉપયોગી અને ગંદકીથી ભરેલા અવાવરું સ્થળો જેવા બીન ગયેલા જોવા મળે છે.
ગુજરાત સહિત ઘણાં રાજ્યોની સરકારી શાળાઓમાં કાં તો રમત-ગમતના મેદાનો જ નથી, અથવા તેનો ઉપયોગ જ કરવામાં આવી રહ્યો નથી, હવે તો ઘણી સરકારી શાળાઓનો ઉપયોગ કાયમી ધોરણે ગામના કોઈને કોઈ સામાજિક કે અન્ય પ્રસંગો માટે બિન રોકટોક થવા લાગ્યો હોવાથી તેની માઠી અસર પણ શિક્ષણ પર ૫ડતી હોય છે. પણ સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag