Advertisement
Author: નોબત સમાચાર

શેઠવડાળા-કલ્યાણપર વચ્ચે બેકાબૂ ટ્રકે સર્જયો ત્રિપલ અકસ્માતઃ એકને ઈજા

ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકને ચાંપી દીધી આગઃ

જામનગર તા.૬ ઃ જામજોધપુરના શેઠવડાળાથી કલ્યાણપર ગામ વચ્ચે ગઈકાલે બપોરે બેકાબુ બનેલા એક ટ્રકે આગળ જતા ટ્રોલીવાળા ટ્રેક્ટર તથા અન્ય એક માલવાહક વાહનને હડફેટે લીધા હતા. ટ્રેક્ટરચાલકને ઈજા થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકને આગ ચાંપી દીધી હતી.

જામજોધ૫ુર તાલુકાના શેઠવડાળા ગામથી કલ્યાણપર તરફના રોડ પર ગઈકાલે બપોરે જીજે-૧૦-ટી ૭૨૫૨ નંબરનો ટ્રક પસાર થતો હતો. આ ટ્રકના ચાલકે આગળ જતાં જીજે-૪-બીએચ ૧૦૩૨ નંબરના ટ્રેક્ટર તથા તેની ટ્રોલીને હડફેટે લીધા પછી સામેથી આવતી જીજે-૩૮-ટી ૧૫૩૬ નંબરની માલવાહક જીપને પણ ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.

ટ્રકની ટક્કર વાગતા ટ્રેક્ટર તથા ટ્રોલી ગોથું મારી ગયા હતા. ટ્રેક્ટરચાલકને ઈજા થઈ હતી. તે પછી ટ્રક મૂકી તેનો ચાલક નાસી ગયો હતો. ટ્રકમાં કોઈ રીતે આગ ભભૂકી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઉશ્કેરાયેલા કેટલાક વ્યક્તિઓએ ટ્રકને સળગાવ્યો હતો. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જેતલવડ ગામના મયુર ખોડાભાઈ ચારણે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh