Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મ્યુનિ.કમિશનરના મનસ્વી વલણ સાથે માહિતી આપવામાં બેદરકારી

ગેરકાયદે રંગમતિ ૫ુલના વિવાદમાં

જામનગર તા.૬ઃ જામનગર-લાલપુર ધોરી માર્ગ ઉપર લાલપુર ચોકડીથી થોડે આગળ કોઈપણ જાતની મંજુરી વગર"ગૂપચૂપ" રીતે ખાનગી આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પુલનું કામ ચાલુ કરી દેવામાં આવતાં મનપા વિરોધપક્ષ, દરેડ ગ્રામ પંચાયત તથા જાગૃૃત નાગરિકો દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પુલનું કામ કોણ કરાવી રહ્યું છે? મંજુરી ક્યારે માંગવામાં આવી છે? મંજુરી આપવાની પ્રક્રિયા થઈ છે કે કેમ? સહિતના અનેક સવાલો વિરોધ કરનારાઓએ ઉઠાવ્યા છે. તેમ છતાં મ્યુનિ.કમિશનર દ્વારા શંકાસ્પદ રીતે મૌન ધારણ કરી લેવામાં આવ્યું  હોવાનું જણાય છે. એકાદ બે ન્યુઝ ચેનલોને પણ મ્યુનિ. કમિશનરે ગોળ-ગોળ જવાબો આપવા પડયા હોવાનું જાણવા મળે છે.

મ્યુનિ. કમિશનર આખું મનસ્વીતા વલણ અખત્યાર કરીને પુલને લગતી તમામ માહિતી વિગતોનો સત્તાવાર ખુલાસો કરતાં નથી તેવી ફરિયાદો પણ માહિતી માંગનારાઓમાં ઉઠવા પામી છે. જો કે માહિતી અધિકાર કાયદા હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં પણ નગરપાલિકા દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી નથી, તેથી હવે આ અરજદારો દ્વારા ગાંધીનગરમાં સીએમ પોર્ટલ,વિજીલન્સ બ્રાન્ચ તેમજ અપીલ કરવા માટે સજ્જ થયા છે. એટલું જ નહીં ગેરકાયદે બાંધકામ કરનારા સામે શા માટે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તે અંગે અદાલતમાં જવા માટેની પણ હિલચાલ શરૃ થઈ છે.

ગેરકાયદેસર બાંધકામ કરનારાની ધરપકડ કરી, બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો, મશીનો જપ્ત કરવાની કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.

રંગમતિ નદી ઉપર મંજુરી વગર, પુલ જેવા અતિ મહત્ત્વના વિકાસ કામમાં નિયત ધારા-ધોરણોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કર્યા વગર થઈ રહેલા બાંધકામ પછી કોઈપણ હોનારત સર્જાશે તો જવાબદાર કોણ? જેવો અતિ ગંભીર પ્રશ્ન હોવા છતાં મ્યુનિ. કમિશ્નરની નિષ્ક્રીયતા ચર્ચાના એરણે ચડી છે.

આ અતિ ગંભીર પ્રશ્ને જિલ્લા કલેકટરે પણ સંજ્ઞાન લઈને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh