Advertisement
Author: નોબત સમાચાર

ઠેબામાં બાળકોના ઝઘડાનું મનદુખ રાખી યુવાનનો છકડો સળગાવાયો

જામનગરમાં યુવાનને હડધૂત કરી લાફા ઝીંક્યાઃ

જામનગર તા.૬ ઃ જામનગરના ઠેબામાં બાળકોના ઝઘડામાં એક યુવાનનો પાડોશી શખ્સે છકડો સળગાવ્યો હતો. જ્યારે શનિવારે નગરના એક યુવાનને બાઈકમાં બેસાડી જઈ બીજા શખ્સે લાફા ઝીંકી ખોટી ફરિયાદ કરવા દબાણ કરતા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ઠેબા ગામ પાસે ભરવાડ પાડામાં રહેતા ચનાભાઈ અમરાભાઇ સરસિયા નામના ભરવાડ યુવાન શુક્રવારે રાત્રે પોતાનો જીજે-૩-વી ૪૧૫૫ નંબરના રીક્ષા છકડો લઈને આવ્યા હતા. તેઓએ તેને ઘર પાસે રાખ્યો હતો. રાત્રે દોઢેક વાગ્યે ઠેબા ગામના જ હેમંત લખુભાઈ ગમારા નામના શખ્સે ત્યાં ધસી આવી ગાળો ભાંડી ઝઘડો કર્યા પછી છકડા પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી છકડો સળગાવ્યો હતો.

સળગી જવાના કારણે છકડામાં નુકસાન થયું હતું. આ બાબતની ચનાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ચનાભાઈ તથા હેમત  વચ્ચે છોકરાઓ બાબતે ઝઘડો થયો હતો અને આ વેળાએ ચનાભાઈએ ઝઘડો કરવાની ના પાડતા તેનું મનદુખ રાખીને છકડો સળગાવવામાં આવ્યો હતો. પોલીસે હેમત ગમારા સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના દિગ્જામ વુલન મિલ પાસે આવેલી ઈન્દિરા કોલોની નજીકની ખેતીવાડી શેરી નં.૧૨માં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ટપુભાઈ ચાવડા ગામના યુવાનને શનિવારે જશુભા નામનો શખ્સ મોટરસાયકલમાં બેસાડી પોતાની સાથે લઈ ગયો હતો. આ શખ્સે તેને ગાળો ભાંડી અપમાનિત કરવા ઉપરાંત લાફા ઝીંક્યા હતા અને એક વ્યક્તિ સામે ખોટી ફરિયાદ નોંધાવવા દબાણ કર્યું હતું. તે ઉપરાંત આ બાબતની કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધર્મેશ ચાવડાએ સિટી-સી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh