Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે તોડફોડ થઈ અને રવિવારે પોલીસ દોડીઃ
ઢાકા તા. ૬ઃ શનિવારે રાત્રે બાંગ્લાદેશના કેટલાક ગામોમાં હિન્દુ મંદિરો પર ત્રાટકીને કેટલાક બદમાશોએ મૂર્તિઓ તોડી નાખી હતી અને શાંતિ ડહોળવાનો પ્રયાસ અથવા ષડયંત્ર ગણાવાઈ રહ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
શનિવારે રાત્રે બાંગ્લાદેશમાં અજાણ્યા બદમાશોએ શનિવારે રાત્રે કેટલાય હુમલાઓ કરીને ૧૪ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી છે. ઠાકુરગામના બલિયાડાંગી ઉપજિલ્લામાં એક હિન્દુ સમુદાય નેતા વિદ્યાનાથ બર્મને કહ્યુુુુુુંં કે, અજાણ્યા લોકોએ રાતના સમયમાં હુમલાઓ કર્યા અને ૧૪ મંદિરોની મૂર્તિઓ તોડી નાખી.
ઉપજિલાની પૂજા સમારોહ પરિષદના મહાસચિવ બર્મને કહ્યુંં કે અમુક મૂર્તિઓ નષ્ટ કરી નાખી, જ્યારે અમુક મંદિર સ્થળ નજીક આવેલા તળાવમાં મૂર્તિઓ નાખી. બર્મને કહ્યું કે, અપરાધીઓની ઓળખાણ હજૂ થઈ નથી. પણ અમે ઈચ્છીએ છીએ કે જલદી તેમની ઓળખાણ થઈ જાય. હિન્દુ સમુદાયના નેતા તથા સંઘ પરિષદના અધ્યક્ષ સમર ચેટર્જીએ કહ્યું કે આ વિસ્તારમાં હંમેશા આંતરધાર્મિક સદ્વાવ તરીકે ઓળખાય છે કારણ કે, પહેલાથી અહીં કોઈ જધન્ય ઘટના થઈ નથી.
તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાગને અમારી સાથે કોઈ વિવાદ નથી, અમને એ નથી સમજાતું કે આ હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે છે. બલિયાડાંગીના પોલીસ ચોકીના પ્રભારી ખૈરુલ અનમે કહ્યું કે, હુમલો શનિવારે રાત્રે અને રવિવારે વહેલી સવારે કેટલાક ગામોમાં થયા છે.
ઠાકુરગાંવના પોલીસ પ્રમુખ જહાંગીર હુસૈને પત્રકારોને કહ્યું કે, આ સ્પષ્ટ રીતે દેશની શાંતિ ડહોળવા માટે સુનિયોજીત મામલો દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, દોષિતોની ઓળખાણ કરવા માટે પોલીસ તપાસમાં લાગી ગઈ છે. ઠાકુર ગામના કલેકટર મહબૂબુર રહમાને કહ્યું કે, આ મામલો શાંતિ અને સાંપ્રદાયિક સદ્વાવ વિરૃદ્ધ એક ષડયંત્ર હોવાનું લાગી રહ્યો છે. આ એક ગંંભીર અપરાધ છે, જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag