Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગત મંદિરે દર્શનાર્થે પધાર્યા મુંબઈ હવેલી સ્થિત શરદબાવાશ્રી-વહુજી

બરડીયા બેઠકજી તથા દ્વારકા નવી હવેલીની પણ લિધી મુલાકાત

દ્વારકા તા. ૬ઃ મુંબઈ સ્થિત પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી શરદબાવાશ્રી તથા શ્રી વહુજી શ્રી (યુગલ સ્વરૃપ) શુક્રવારે પ્રથમ વખત દ્વારકા પધાર્યા હતાં. શ્રી વલ્લભ શુક્રવારે હવાઈ માર્ગે જામનગર એરપોર્ટ પધારી ત્યાંથી સીધા જ દ્વારકા નજીક બરડીયામાં શ્રી ગુસાઈજીની બેઠકજીમાં પધરામણી કર્યા પછી ત્યાંથી દ્વારકામાં નવી હવેલીમાં પધરામણી કરી હતી. શ્રી વલ્લભ અને વહુજીએ હાલાર પંથકમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ વૈષ્ણવજનોને આશીર્વચન પાઠવ્યા હતાં. શ્રી દ્વારકાધીશ જગત મંદિરે ઠાકોરજીના દર્શન કરી ઠાકોરજીના આશીર્વાદ લીધા હતાં. દ્વારકા લોર્ડઝ હોટલમાં ટૂંકુ રોકાણ કર્યું હતું. દ્વારકામાં ૧૩૬ વર્ષ જુની ગૌશાળા તેમજ નવનિર્મિત ગૌહોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમજ કૃષ્ણનગરીમાં ગાયો અંગેની સુવિધાઓથી પ્રભાવિત થયા હતાં. શ્રી વલ્લભ તથા વહુજીના આગમનને અનુલક્ષીને સમગ્ર દ્વારકા ક્ષેત્રના વૈષ્ણવોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

કામ સાથે ઠાકોરજીની સેવા શક્ય છેઃ શરદબાવાજી

દ્વારકાની હોટલ લોર્ડઝમાં તેમના ટૂંકા રોકાણ દરમ્યાન પત્રકારો સાથેની મુલાકાતમાં શરબાવાજીએ કહેલ કે દ્વારકાધીશની કૃપા હંમેશા રહે અને વારંવાર આવવાનું સૌભાગ્ય થાય તેવી પ્રાર્થના કરૃં છું. વધુમાં યુવાનો તેમજ વૈષ્ણવજનોને સલાહ આપતા જણાવેલ કે તેઓ પાયલોટની નોકરી કરતાં હોય દુનિયાભરમાં જવાનું હોય છે આમ છતાં તેઓ ઠાકોરજીનો નિત્યક્રમ નિભાવ્યા પછી જ કામકાજ કરે છે અને કામ સાથે સેવા બિલકુલ શક્ય છે જ એવો મેસેજ સૌ વૈષ્ણવજનોને પાઠવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh