Advertisement
Author: નોબત સમાચાર

ફૂલ ટાંકી કરાયા પછી બે શખ્સે ગાળાગાળી કરી આપી ધમકી

પેટ્રોલપંપ સળગાવી નાખવાની શેખીઃ

જામનગર તા.૧ ઃ મીઠાપુરમાં ચાર દિવસ પહેલા પેટ્રોલ ભરાવવા આવેલા બે શખ્સે બાઈકમાં ફૂલ ટાંકી કરાવ્યા પછી પૈસા ન આપી પંપ પર હાજર વ્યક્તિઓને મારી નાખવાની અને પંપ સળગાવી દેવાની ધમકી ઠપકારતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ઓખામંડળના મીઠાપુરમાં આવેલા આનંદ પેટ્રોલપંપ પર ગઈ તા.૧ની બપોરે મોટર સાયકલમાં આવેલા આરંભડાના મહિપતભા ઉર્ફે કાયડી તથા સુરજકરાડીના રવિભા કેર નામના શખ્સે બાઈકમાં રૃા.૧૧૦૦નું પેટ્રોલ ભરાવ્યું હતું.

ત્યારપછી પૈસા ન આપી આ શખ્સોએ પેટ્રોલપંપ સળગાવી દેવાની ધમકી આપી પંપ પર નોકરી કરતા વ્યક્તિઓને ગાળો ભાંડવા ઉપરાંત પંપના માલિકને પણ પતાવી દેવાની ધમકી આપતા ક્રિષ્નાભા મીયાભા નાયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh