Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉના મનદુખના કારણે યુવાન પર ચાર તૂટી પડ્યાઃ
જામનગર તા.૬ ઃ જામનગરના સિક્કાના પાટિયે શનિવારની રાત્રે મોટર સાઈડમાં રાખવાના મુદ્દે એક ટ્રાન્સપોર્ટર પર ચારેક શખ્સોએ હુમલો કર્યાે હતો. જ્યારે અગાઉના મનદુખના કારણે ખોજાનાકા પાસે એક યુવાનને ચાર શખ્સે ધોકા-પાઈપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી કોલોનીમાં રહેતા ટ્રાન્સપોર્ટર જાફરભાઈ યુસુફભાઈ વસા શનિવારની રાત્રે ત્રણેક વાગ્યે સિક્કાના પાટિયા પાસે જીજે-૧૦-ડીજે ૯૨૦ નંબરની સ્વીફ્ટ મોટર લઈને આવ્યા પછી ત્યાં ચા પીતા હતા ત્યારે મોટર સાઈડમાં રાખવાના મુદ્દે મોગલ પેટ્રોલપંપવાળા મહેશભાઈ તથા અન્ય બેથી ત્રણ શખ્સે ઝપાઝપી કરી હતી. આ શખ્સોએ મોટરમાં ધસી આવી પાઈપ વડે હુમલો કરી જાફરભાઈને આડેધડ માર માર્યાે હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા જાફરભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે ફરિયાદ નોંેંધાવી છે.
જામનગરના ખોજાનાકા પાસે સીલ્વર સોસાયટીમાં રહેતા યાસીન ઈનાયતભાઈ ખુરેશી નામના યુવાન ગઈકાલે બપોરે ખુરેશી જમાતખાના પાસે હતા ત્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી ધસી આવેલા હર્ષદમીલની ચાલીવાળા હાજી સુલતાન સુમરા, અબ્દુલ, મુસ્તાક, કારો નામના ચાર શખ્સે બાઈકમાંથી ધારીયુ, ધોકો, પાઈપ કાઢી યાસીનભાઈને ફટકાર્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી આ શખ્સો નાસી ગયા હતા. સિટી-એ ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag