Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણેય અરજીમાં પતિને હાજર થવા હુકમઃ
જામનગર તા.૬ઃ જામનગરની ત્રણ પરિણીતાએ પતિથી નારાજ થઈ અદાલતનો આશરો લેતાં અદાલતે પતિને હાજર થવા હુકમ કર્યાે છે.
જામનગરના નસીમબાનુ અજીતભાઈ રાવમા નામના યુવતીના નિકાહ મોરબીના નઝરુદ્દીન કાસમભાઇ રાવમા સાથે થયા પછી આ દંપતીને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. ત્યાર પછી કોઈ બાબતે વિખવાદ થયો હતો. પતિએ પત્ની તથા પુત્રના ભરણપોષણ માટે રૃા.૫૧૦૦૦ ચૂકવ્યા ન હતા તેથી તે રકમ વસૂલવા માટે નસીમબાનુએ જામનગરની અદાલતમાં રિકવરી અરજી કરી છે. આ રકમ પતિ ન ચૂકવે તો પતિની સ્થાવર તથા જંગમ મિલકત જપ્તીમાં લઈ રકમ વસુલ અપાવવા પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ ૨૦૦૫ હેઠળ અરજી કરી છે.
જામનગરના મહેઝબીન યુસુફભાઈ સમાએ પતિ એઝાજ અબ્દુલ્લા મીઠવાણી તથા અન્ય સાસરીયા સામે અદાલતમાં ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ કેસ કર્યા પછી વચગાળાનું ભરણપોષણ માંગતી અરજી કરી હતી. અદાલતે તે મંજૂર કરી હતી. ત્યારપછી પતિએ રૃા. ૨૨,૦૦૦ ચઢત કરતા આ રકમ વસૂલ મેળવવા મહેઝબીન મીઠવાણીએ પતિ સામે અદાલતમાં અરજી કરી છે.
જામનગરની રંગમતી સોસાયટીમાં રહેતા સલમાબેન યાકુબભાઈ સિપાઈના નિકાહ કાલાવડના ઇમરાન હસનભાઈ છૂરીકાર સાથે થયા પછી આ પરિણીતાને દહેજ બાબતે સાસરીયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય સલમાબેને અદાલતમાં ફરિયાદ કર્યા પછી પોતાનું તથા સગીર પુત્રીનું ભરણપોષણ મેળવવા તેમજ મકાન ભાડું અને સ્ત્રી ધનના દાગીના પરત મેળવવા માંગણી કરવા ઉપરાંત શારીરિક તથા માનસિક ત્રાસ બદલ રૃા.૧૦ લાખ અને આજીવન ભરણપોષણ પેટેં રૃા.૧૫ લાખ મેળવવા અદાલતમાં અરજી કરી છે. અદાલતે પતિને હાજર થવાનો હુકમ કર્યો છે. તમામ અરજીઓમાં અરજદારણો તરફથી વકીલ ઉંમર લાકડાવાલા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag