Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૬ઃ જામનગરના બે શખ્સને ચોરીના કેસમાં રિમાન્ડ પર સોંપવાનો અદાલતે ઈન્કાર કર્યા પછી સેશન્સ કોર્ટમાં તે હુકમને પડકારી તપાસનીશ પોલીસ અધિકારીએ રિમાન્ડ માટેની અરજી ફરીથી રજૂ કરી હતી. તે અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા સ્ટર્લીંગ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી ગયા ઓક્ટોબર મહિનામાં રૃા.૮૫ લાખની માલ સામાનની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ગુન્હાની તપાસમાં પોલીસે છ આરોપીની ધરપકડ કરી રૃા.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ગુન્હામાં તે કારખાનામાં જ કામ કરતાં નરેન્દ્ર કિશોરીલાલ કુરમી તથા મોહસીન બ્લોચ નામના બે શખ્સને ફરાર બતાવવામાં આવ્યા હતા. આ આરોપીઓ અદાલત સમક્ષ હાજર થતા તેઓનો કબજો એલસીબીને સોંપવામાં આવ્યો હતો. એલસીબીએ બંને આરોપીઓની અટકાયત કર્યા પછી બીજા દિવસે દસ દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કર્યા હતા. અદાલતે આરોપીઓની રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી.
અદાલતના રિમાન્ડ નામંજૂરના હુકમ સામે તપાસનીશ એલસીબી પીઆઇએ તે હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો અને દસ દિવસના રિમાન્ડ મેળવવા માટે રિવિઝન અરજી દાખલ કરી હતી. તે અરજી અન્વયે આરોપીઓના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીને રિમાન્ડ પર લેવાની એલસીબીની રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ મનોજ અનડકટ, નિખિલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag