Advertisement
Author: નોબત સમાચાર

બજરંગપુરમાં ફૂલેશ્વર સિંચાઈ પિયત સરકારી મંડળીનું લોકાર્પણઃ ચાર હજાર હેક્ટર જમીનને થશે લાભ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે

જામનગર તા.૬ઃ જામનગર તાલુકાના બજરંગપુરમાં ફૂલેશ્વર સિંચાઇ પિયત સહકારી મંડળીનું લોકાર્પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કર્યું હતું, તેમણે કહ્યુ હતું કે, આ યોજના થકી બજરંગપુર, મેળતિયા તથા ધૂતારપરની આશરે ૪ હજાર હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે. સૌની યોજના હેઠળ રૃ.૨૦ હજાર કરોડથી વધુનો ખર્ચ કરી સરકારે સમગ્ર રાજ્યને પાણીદાર બનાવ્યું છે.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બજરંગપુરમાં શ્રી ફૂલેશ્વર સિંચાઈ પિયત સહકારી મંડળીનું લોકાર્પણ કર્યું હતું. આ સિચાઈ યોજના થકી બજરંગપુર, મેળતીયા તથા ધુતારપર ગામની આશરે ૪ હજાર હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે, તેમ તેમણે જણાવ્યું હતું.

મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ સિંચાઈ પિયત મંડળીઓને રાજ્ય સરકાર પૂરતો વીજ પુરવઠો, ડેમમાંથી પાણીની મંજૂરી તેમજ અન્ય લાભો આપી વિકસીત કરવા કટિબદ્ધ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ દ્વારા શરૃ કરાયેલ આ મંડળી યોજનાનું આજે ખૂબ જ વિસ્તરણ થઇ રહ્યું છે અને આજે રાજ્યની ૨૮૬ મી મંડળી લોકાર્પિત થવા જઈ રહી છે. ખેડૂતને પૂરતું પાણી મળી રહે તે માટે સરકારે દરિયામાં વહી જતું નર્મદાનું પાણી વિશેષ આયોજન કરી છેક ઓખા સુધી પહોંચતું કરી રાજ્યોની ૧૮ લાખ હેક્ટર જમીન માટે સિંચાઈની વ્યવસ્થા કરી છે અને સૌની યોજના હેઠળ રૃ.૨૦ હજાર કરોડના ખર્ચે સરકારે સમગ્ર રાજયને પાણીદાર બનાવ્યું છે.

ઉપસ્થિત સૌ કોઈને પાણીનું મહત્વ સમજાવતા તેમણે ઉમેર્યુ હતું કે આપણા વિસ્તારમાં બારમાસી નદીઓનું પ્રમાણ નહિવત છે અને જો આવા સંજોગોમાં વરસાદ ઓછો થાય તો તેની સીધી અસર ખેતી અને દેશના વિકાસ પર થાય છે જેથી ટપક પદ્ધતિ વગેરે જેવી આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ જરૃરી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઇ બોરસદીયા, પીયત સંઘના પ્રમુખ દેવશીભાઇ સવસાણી, તાલુકા પંચાયત પ્રમુખ હશુભાઇ ફાચરા, કાલાવડ માર્કેટિંગ યાર્ડ ચેરમેન યુવરાજસિંહ જાડેજા, મુકુંદભાઇ સભાયા, ગાંડુભાઇ ડાંગરીયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh