Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભજનના કાર્યક્રમમાંથી આવતી વેળાએ કાળ આંબી ગયોઃ
ફલ્લા તા.૬ ઃ જામનગરથી ફલ્લા વચ્ચે આવેલા રામપર ગામ પાસે ગઈકાલે સવારે રોડ પર પડેલા એક ટ્રક પાછળ ઈકો મોટર ઘૂસી જતાં મોટરના ચાલક વિભાપરના વાળંદ યુવાનું મૃત્યુ નિપજ્યું છે. ભજનના કાર્યક્રમમાં વાજીંત્ર વગાડતા આ યુવાન શનિવારે રાત્રે ભજનના કાર્યક્રમમાં ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે માર્ગમાં કાળનો ભેટો થયો હતો.
જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીકના રામ૫ર ગામના પાટિયા પાસેથી ગઈકાલે સવારે દસેક વાગ્યે જઈ રહેલી જીજે-૩-એમઈ ૪૩૫૪ નંબરની ઈકો મોટર આગળ રોડ પર પાર્ક કરીને રાખવામાં આવેલા જીજે-૧૦-ઝેડ ૯૯૯૧ નંબરના ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં ઈકો કારનો બૂકડો બોલી ગયો હતો. કાર ચલાવી રહેલા વિભાપર ગામના જતીનભાઈ હરેશભાઈ છત્રોલા નામના ત્રીસ વર્ષના યુવાનને ગંભીર ઈજા થઈ હતી. તેઓને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું.
અકસ્માત અંગે મૃતકના પિતા સુરેશભાઈ ઉર્ફે હરેશભાઈ છત્રોલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રકના ચાલક સામે આઈપીસી ૩૦૪ (અ), ૨૮૩ હેઠળ ગુન્હો નોંધ્યો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ જામનગર નજીકના વિભાપર ગામમાં રહેતા અને સંતવાણીના કાર્યક્રમમાં વાજીંત્ર વગાડતા જતીનભાઈ શનિવારે રાત્રે યોજાયેલા ભજનના કાર્યક્રમમાં ભાગ લઈ પરત વિભાપર આવતા હતા ત્યારે માર્ગમાં તેઓને કાળનો ભેટો થઈ ગયો હતો. આ બનાવે વિભાપરમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag