Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે પાંચ ટકાના ઘટાડા સાથે અદાણીના શેર ૧૨ દિ'માં ૬૦ ટકા તૂટયા
નવી દિલ્હી તા. ૬ઃ અદાણીના મુદ્દે આજે પણ સંસદમાં હોબાળો થયો હતો, તો વિપક્ષોએ બેઠક યોજી આ મુદ્દે એકજૂથતા દેખાડી હતી અને સંસદસંકુલમાં ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા યોજયા હતા. આજે પણ અદાણીના શેર પાંચ ટકા રહ્યા હતા.
અદાણી ગ્રુપની તપાસની માંગણીને લઈને સોમવારે સંસદથી સડક સુધી હોબાળો થઈ રહ્યો છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. વિપક્ષનું કહેવું છે કે અદાણી સિવાયનો કોઈ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે નહીં.
બીજીતરફ બ્રિટિશ લેન્ડર સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે માર્જિન લોન પર કોલેટરલ તરીકે અદાણી ગ્રુપના બોન્ડ લેવાનું બંધ કરી દીધું છે. અગાઉ સિટીગ્રુપ અને ક્રેડિટ સુઈસ બેંક પણ આ કામ કરી ચૂકી છે.
અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચનો અહેવાલ પ્રકાશિત થયા બાદ અદાણી ગ્રુપના શેરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અહેવાલ આવ્યા બાદ, અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેર ૧૨ દિવસમાં લગભગ ૬૦% જેટલા ઘટયા છે. આ પહેલાં શુક્રવારે કંપનીના શેરમાં ૩૫%નો ઘટાડો થયો હતો. જોકે, આ પછી શેરમાં રિકવરી આવી અને તે માત્ર ૨.૧૯% ના ઘટાડા સાથે રૃ.૧,૫૩૧ પર બંધ થયો. શેરમાં નીચલા સ્તરેથી ૫૦% ની રિકવરી જોવા મળી છે.
એલઆઈસી અને એસબીઆઈની ઓફિસો સામે કોંગ્રેસનું પ્રદર્શન થઈ રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર પોતાના મિત્રોની મદદ માટે સામાન્ય લોકોના પૈસાનો ઉપયોગ કરી રહી છે. વિપક્ષની માંગ છે કે સરકાર આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા દે. આ સાથે અદાણી જૂથના નાણાકીય વ્યવહારોની સંસદીય પેનલ (જેપીસી) અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું- તે સમગ્ર વિપક્ષ એક સાથે આવશે, ચર્ચા થશે અને નિર્ણય લેવામાં આવશે. આ માત્ર કોંગ્રેસનો મુદ્દો નથી, પરંતુ ભારતની સામાન્ય જનતાનો મુદ્દો છે. આ બેઠકમાં કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, બીઆરએસ, જેડી(યુ), એસપી, સીપીએમ, સીપીઆઈ, કેરલ કોંગ્રેસ જેએમએમ, આરએલડી, આરએસપી, એએપી, આઈયુએમએલ, આરજેડી અને શિવ સેના હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મિટિંગમાં ટીએમસી હાજર રહ્યા નહીં.
યુપીમાં મધ્યાંચલ વિદ્યુત વ્યવહાર નિગમ લિમિટેડે અદાણી જીએમઆરનું સ્માર્ટ પ્રીપેડ મીટર ટેન્ડર રદ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણી ટ્રાન્સમિશને સૌથી ઓછી બોલી લગાવી હતી. તો બીજી તરફ સંસદ પરિસરમાં સોમવારે મલ્લિકાર્જુન ખડગેના ચેમ્બરમાં ૧૫ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ચર્ચા કરી હતી.
શેરમાં ભારે ઘટાડા બાદ ગૌતમ અદાણીની નેટવર્થ ૯૦ અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષે તે ૧૫૦ અબજ ડોલરની નજીક હતી. ફોર્બ્સની સોમવારે જાહેર થયેલી અમીરોની રિયલ ટાઇમ લિસ્ટમાં અદાણી ૨૧માં સ્થાન પર પહોંચી ગયા છે. શુક્રવારે તે ૨૨માં સ્થાને હતાં. ૨૭ ફેબ્રુઆરી પહેલા અદાણી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ અને એશિયામાં નંબર વન હતા.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે રવિવારે કહ્યું-અદાણી ગ્રુપ ઉપર લાગેલાં ગંભીર આરોપો વચ્ચે મોદી સરકાર ચૂપ છે. આ મિલીભગતનો સ્પષ્ટ સંકેત છે. વડાપ્રધાન એમ કહીને છટકી શક્તા નથી કે અમે અદાણીના કોણ છીએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે આજથી દરરોજ પીએમને ત્રણ સવાલ પૂછશે.
કોંગ્રેસે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી ઉપર પનામા પેપર્સ અને પેન્ડોરા પેપર્સમાં ફ્રોડના આરોપ લાગ્યા છે, આ અંગે કોઈ કાર્યવાહી થઈ? હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણી પર ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? અને માત્ર અદાણી ગ્રુપને જ હવાઈ અડ્ડા અને એરપોર્ટમાં એકાધિકાર સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે, આ કઇ રીતે શક્ય છે? તેવા ત્રણ સવાલો લોકોએ ઉઠાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag