Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના બાજરા સંશોધન કેન્દ્રમાં
જામનગર તા. ૬ઃ જામનગરના બાજરા સંશોધન કેન્દ્રમાં એઆઈસીઆરપી યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષની ઉજવણીના ઉપક્રમે બાજરાના પ્રથમ હરોળના નિદર્શન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અધ્યક્ષસ્થાને કેન્દ્રના વડા ડો. કે.ડી. મુંગરા ઉપસ્થિત રહ્યા હતાં.
જેમાં ડો. કે.ડી. મુંગરા, સંશોધન વૈજ્ઞાનિક (બાજરા) એ આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષની મહિમા અને ઉપયોગીતા તથા ડો. કે.કે. ઢેઢી દ્વારા તૃણધાન્ય પાકોમાં બીજ ઉત્પાદન, ડો. જી.એમ. પરમારે તૃણધાન્યની જીવાતો અને નિયંત્રણ, ડો. એચ.એમ. ભૂવાએ તૃણધાન્ય પાકોની ખેતી પદ્ધતિ, ડો. એમ.એમ. તળપદાએ તૃણધાન્ય પાકોમાં પાક સંવર્ધન, ડો. આર.જે. ચૌધરીએ તૃણધાન્ય પાકોમાં સંકલિત રોગ નિયંત્રણ ડો. આર.પી. જુનેજાએ સંગ્રહ કરેલ તૃણધાન્યમાં જીવાત નિયંત્રણ, શ્રીમતી એ.સી. દેત્રોજાએ તૃણધાન્યથી બનતી વાનગીઓ અને તેનું પોષણમાં મહત્ત્વ અને ડો. એસ.કે. પરમારે પ્રથમ હરોળના નિદર્શનની વિગતવાર માહીતી આપી હતી.
કાર્યક્રમમાં વૈજ્ઞાનિક માર્ગદર્શન પછી ઉપસ્થિત ખેડૂતોના પ્રશ્નો અને અભિપ્રાય મેળવી, જુદા જુદા ગામોમાંથી ઉપસ્થિત રહેલ ખેડૂતોને બાજરા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સુચારૃ રીતે પૂરો પાડવામાં ડો. મયુર સોનગરા, ડો. એસ.એન. ગલાણી, નીરવ ચૌધરી તથા પિયુષ પટેલે જહેમત ઊઠાવી હતી. તમામ ખેડૂતોને અલ્પાહાર તરીકે બાજરામાંથી બનાવેલ નમકીન (બાજરાના વડા) પિરસવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag