Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલા ૭.૮ની તીવ્રતા પછી થોડી મિનીટોમાં જ ૬.૭ અને પ.૬ની તીવ્રતાના બે આંચકા અનુભવાયાંઃ ચાર દેશોમાં ધરા ધ્રુજી
નવી દિલ્હી તા. ૭ઃ તુર્કીયે અને સિરીયા સહિત ચાર દેશોમાં ભયાનક ભૂકંપથી તારાજી સર્જાઈ છે આ બે દેશોમાં જ ૬૦૦ થી વધુ મૃત્યુ નોંધાયા છે જે આંકડો હજુ પ્રારંભિક હોઈ વધી શકે છે. સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે અને અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. તે ઉપરાંત લેબેનોન અને ઈઝરાયેલમાં નુકશાની અંગેની જાણકારી હજુ મેળવાઈ રહી છે.
તુર્કીયેમાં આજે સવારે ૭.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેનો ઝટકો રાજધાની અંકારા, નૂરદગી શહેર સહિત ૧૦ શહેરોમાં અનુભવ થયો. આ ઉપરાંત સિરીયા, લેબેનોન અને ઈઝરાયેલમાં ભૂકંપના ઝટકા અનુભવ કરવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા પ્રમાણે તુર્કીયેમાં અત્યાર સુધીમાં ૭૬ લોકોના મૃત્યુ થયાં છે અને ૬૦૦ લોકોના ઘાયલ થવાના સમાચાર મળ્યા છે. જ્યારે સિરિયામાં ૬૦૦થી વધુ લોકો માર્યા ગયા અને ૬૩૭ થી વધુ ઘાયલ છે. આ પ્રકારે અત્યાર સુધી આ બે દેશોમાં મૃત્યુની સંખ્યા ૩૧૩ થઈ ગઈ છે. બન્ને દેશોમાં મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે તેમ છે. કેમકે હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા છે.
જોકે, લેબેનોન અને ઈઝરાયલથી હાલ કોઈ પ્રકારના નુકસાનની સૂચના મળી નથી, જે મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેજબ તૈયબ ઈરદુગાને ટ્વિટ કરીને કહ્યું કે, ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવકાર્ય ચાલુ છે. ઈરદુગાને લોકોને અપીલ કરી છે કે, તેઓ ધરાશાયી ઈમારતોમાં પ્રવેશ કરે નહીં.
વડાપ્રધાન મોદીએ પણ તુર્કીયેમાં આવેલા ભૂકંપ અંગે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે.
યુનાઈટેડ સ્ટેટસ જિયોલોજિકલ સર્વે ના જણાવ્યા પ્રમાણે પહેલા ભૂકંપનું કેન્દ્ર હરામનમારસ પ્રાંતના ગાઝિયાટેપ શહેરથી ૩૦ કિમી. દઅને જમીનથી લગભગ ૨૪ કિમી નીચે હતું, લોકલ સમય પ્રમાણે આ ભૂકંપ સવારે ૪.૧૭ મિનિટે આવ્યો હતો. તેની ૧૧ મિનિટ પછી ૬.૭ ની તીવ્રતાનો બીજો ભૂકંપ પછી ૧૯ મિનિટ પછી ૫.૬ ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો, અનેક લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હોવાની આશંકા જણાવવામાં આવી રહી છે. લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
ભૂકંપના કેન્દ્રની પાસે આવેલા ગાઝિયાટોપ શહેરમાં ઘણાં સિરીયન શરણાર્થીઓ રહે છે. યુનાઈટેડ નેશન્સ કમિશનર ફોર રેફ્યુજીસના જણાવ્યા અનુસાર, વિશ્વમાં સૌથી વધુ શરણાર્થીઓ તુર્કીયેમાં રહે છે. જેમાંથી ૩૫ લાખ સિરીયન શરણાર્થીઓ છે. તેમની મદદ માટે મોટા ઓપરેશન ચલાવવામાં આવે છે.
ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.
સિરીયાના દમિશ્ક, અલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક દેશોમાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો. આ શહેરોમાં સરકારે ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. દેશમાં ટ્રેન સેવાઓ રદ્દ કરી છે. ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.
દુનિયામાં દર વર્ષે આવે છે ૨૦ હજાર ભૂકંપ
દુનિયામાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોય છે. રાષ્ટ્રીય ભૂકંપની માહિતી કેન્દ્ર દર વર્ષે લગભગ ૨૦,૦૦૦ ભૂકંપ રેકર્ડ કરે છે. જેમાંથી ૧૦૦ ભૂકંપ એવા છે જે વધુ નુકસાન પહોંચાડે છે. ભૂકંપ થોડી સેકન્ડ કે થોડી મિનિટો સુધી રહે છે. ઈતિહાસનો સૌથી લાંબો ભૂકંપ ૨૦૦૪માં હિંદ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપ ૧૦ મિનિટ સુધી ચાલ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag