Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરના દ્વારેથી
ગાંધીનગર તા. ૬ઃ (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા) ગુજરાત સરકોર રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરી નાખતા સમગ્ર રાજ્યમાં બિલ્ડર લોબી દ્વારા ઉગ્ર પ્રતિક્રિયા ઉઠવા પામી છે.
આજે બિલ્ડર્સ લોબોની બે અગ્રણી સંસ્થાઓ ગ્રાહેડ અને ક્રેડાઈના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૃબરૃ મળી આવેદનપત્ર પાઠવી યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરી હતી.
ગાાંધીનગરમાં આ બન્ને સંસ્થાના પ્રતિનિધિ મંડળ તથા ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં જંત્રી ડબલ કરવાના સરકારના નિર્ણય અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બિલ્ડર લોબીએ જુની શરત, નવી શરત, બજાર ભાવ વગેરેને નજરમાં રાખી જંત્રીના ભાવ નક્કી કરવા સહિતના મુદ્દા ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રશ્ને બન્ને સંસ્થાઓએ ગુજરાત સ્થાપના દિને ૧ મેથી જંત્રીના નવા ભાવનો અમલ કરવા માંગણી કરી હતી. આ તમામ બાબતોને સાંભળી મુખ્યમંત્રીએ યોગ્ય નિર્ણય કરવામાં આવશે. તેવી ખાતરી આપી હતી. આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવ મુદ્દે નવી જાહેરાત કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag