Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર્થિક મુંઝવણને કારણે શ્રમિકે ઝેર પી જિંદગી ટૂંકાવીઃ
જામનગર તા.૬ ઃ જામનગરના ખીલોસ ગામના એક વિદ્યાર્થીએ ભણતરના ભારના કારણે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. જ્યારે પૈસાની તંગીના કારણે મુંઝવણમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિકે દસેક દિવસ પહેલા વિષપાન કર્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયાનું તેમના પત્નીએ પોલીસમાં જાહેર કર્યું છે.
જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા દિનેશભાઈ વિનોદભાઈ નકુમ નામના ૧૮ વર્ષના સતવારા વિદ્યાર્થીએ ગયા ગુરૃવારે સવારે પોતાના ઘરે છતમાં રહેલા પંખાના હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિપલમાં ખસેડવામાં આવ્યા પછી ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બાબતની પોલીસને જાણ કરાયા પછી તેમના પિતા વિનોદભાઈ ભનજીભાઈ નકુમનું પોલીસે નિવેદન નોંધ્યું છે. તેઓએ જણાવ્યા મુજબ અભ્યાસના ટેન્શનના કારણે તેમના પુત્રએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
કાલાવડ તાલુકાના પીપર ગામમાં દિનેશભાઈ નાનજીભાઈ પટેલના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના દરકલી ગામના મહેતાબભાઈ માધુભાઈ કલેશ નામના ૩૫ વર્ષના શ્રમિકે ગઈ તા.૨૫ના દિને કોઈ જંતુનાશક ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ યુવાનને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા પછી શનિવારે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની શીલાબેન કલેસે પોલીસને જાણ કરી છે. થોડા સમયથી પૈસાની તંગી રહેતી હોય તેની સતત મૂંઝવણમાં રહેતા મહેતાબભાઈ એ આ પગલું ભર્યાની પોલીસમાં કેફિયત આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag