Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુદા જુદા સમયે તેર ગુન્હા આચર્યાની કબૂલાતઃ
જામનગર તા.૨ ઃ રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર તેર જેટલી ચીલઝડપને અંજામ આપનાર ધ્રોલના મચ્છીના વેપારીને રાજકોટ એલસીબીએ પકડી પાડ્યો છે. આ શખ્સે પોતાના એક સાગરિતનું નામ પણ આપતા બંનેની અટકાયત કરાઈ છે.
રાજકોટથી જામનગર વચ્ચેના ધોરીમાર્ગ પર કેટલાક સમયથી ચીલઝડપ થઈ રહી હોવાની ફરિયાદો રાજકોટ પોલીસ સમક્ષ થઈ રહી હતી. તે દરમિયાન રાજકોટ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૃ કર્યાે હતો. જેમાં ધ્રોલના આસિફ વલીભાઈ ખેરાણી નામના શખ્સનું નામ ઉપસી આવ્યું હતું.
ધ્રોલમાં મચ્છીના વ્યાપાર સાથે સંકળાયેલા આસિફ ખેરાણીને પકડી પાડવા એલસીબી સ્ટાફે સિત્તેર જેટલા સ્થળોએ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં આસિફની ઓળખ મળતા તેની અટકાયત કરી પૂછપરછ કરાતા આ શખ્સે વારાફરતી તેર જેટલી ચીલઝડપ કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સે જુદા જુદા સ્થળેથી સોનાના ચેન સહિતની ચીજવસ્તુઓ ઝૂંટવી લીધી હતી. તે દાગીના પોતાના સાગરિત ગોવિંદ કુરજીભાઈ ધામેચાને આપી દેતો હતો અને ગોવિંદ તે દાગીના ઓગાળી નાખી તેનો ઢાળીયો બનાવી લેતો હતો. એલસીબીએ સોનાનો એક ચેન, આઠ ઢાળીયા, મોબાઈલ, બાઈક મળી રૃા.૬ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આસિફ રાત્રિના સમયે અવાવરૃ જગ્યા પસંદ કરી એકલદોકલ પસાર થતાં લોકોને લૂંટી લેતો હોવાનું બહાર આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag