Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવારના સમર્થનમાં એનસીપી કાર્યકરોની નારેબાજી
મુંબઈ તા. રઃ એનસીપીનું અધ્યક્ષપદ છોડવાની શરદ પવારે જાહેરાતો કરતા મહારાષ્ટ્રનો માહોલ ગરમાયો છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં માહોલ ગરમાયો છે. શરદ પવારે આજે જાહેરાત કરી કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ્દેથી રાજીનામું આપી રહ્યા છે અને કહ્યું, 'મેં એનસીપીના અધ્યક્ષ તરીકે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. હું હવેથી રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં કામ કરવાનું ચાલુ રાખીશ.'
શરદ પવારે મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ્દેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પવારે કહ્યું કે, તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. તેમણે હજુ સુધી પદ છોડવાનું કારણ જણાવ્યું નથી. એનસીપી મહારાષ્ટ્રમાં મહા-વિકાસ અઘાડી ગઠબંધનમાં સહયોગી છે.
૪ દિવસ પહેલા ગુરુવારે શરદ પવારે કહ્યું હતું કે, રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે. મને કોઈએ કહ્યું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે. જો ઉલટાવી લેવામાં ન આવે તો તે કડક બની જાય છે. આ નિવેદન પર અજિત પવારે કહ્યું કે નવા ચહેરાઓને આગળ લાવવાની એનસીપીની પરંપરા રહી છે.
અહેવાલો મુજબ મુંબઈમાં શરદ પવારના સમર્થનમાં કાર્યકરો નારેબાજી કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કાંઈક મોટી રાજકીય ઉથલપાથલની સંભાવના પણ જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag