Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૭મે ના તલાટી-કમ-મંત્રીની પરીક્ષાઃ
જામનગર તા. રઃ સમગ્ર ગુજરાતમાં તા. ૭-પ ના રોજ તલાટી-કમ-મંત્રીની પરીક્ષા યોજવામાં આવી છે. આથી બહારગામથી જામનગરમાં આ પરીક્ષા આપવા માટે આવનારા ચારણ (ગઢવી) સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની રહેવા-જમવા, ચા તથા નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા આઈશ્રી સોનલમા શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા કરવામાં આવી છે.
વિદ્યાર્થી ભાઈઓ માટે રહેવાની વ્યવસ્થા સોનલધામ, શંકર ટેકરી, ઉદ્યોગનગર, ટેલિફોન એકસચેન્જ પાસે જામનગરમાં તથા બહેનો માટેની વ્યવસ્થા જ્ઞાનગંગા સ્કૂલ, પ૮ દિ.પ્લોટ, જામનગરમાં કરવામાં આવી છે. આથી પરીક્ષા આપવા માટે જામનગરમાં આવનારા પરીક્ષાર્થી ભાઈઓ-બહેનોએ અગાઉથી જાણ કરવી જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે. વધુ વિગત માટે ભાઈઓએ રાણાભાઈ ગઢવી (મો.૯૯૦૯૩ પ૪૯પ૯), નરેશભાઈ ગઢવી (મો.૯૪ર૬ર ૦૪૦પ૧) હિતેષભાઈ ગઢવી (મો.૬૩પ૪પ ૪૪૭૧૭) તથા બહેનોએ પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી (મો.૯૯૭૯ર પ૬ર૪૮) અથવા વિમલભાઈ ગઢવી (મો.૯૮રપર ૬પ૦૪૯) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag