Advertisement
Author: નોબત સમાચાર

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેરઃ બોર્ડનું પરિણામઃ ૬પ.પ૮%: જામનગર જિલ્લાનું પરિણામઃ ૭૭.પ૭% : દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામઃ ૭૧.૦પ%

સમગ્ર જામનગર જિલ્લામાં માત્ર ત્રણ વિદ્યાર્થીને 'એ-વન' ગ્રેડઃ દ્વારકા જિલ્લામાં એ-વનમાં શૂન્ય

જામનગર તા. રઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦ર૩ માં લેવાયેલ ધોરણ ૧ર (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર બોર્ડ (રાજ્ય) નું પરિણામ ૬પ.પ૮ ટકા આવ્યું છે. હાલારના જિલ્લાઓમાં જામનગર જિલ્લાનું પરિણામ ૭૭.પ૭ ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ ૭૧.૦પ ટકા આવ્યું છે.

આ પરીક્ષામાં એ-વન ગ્રેડમાં જામનગર જિલ્લામાં ત્રણ જ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ વિદ્યાર્થી એ-વન ગ્રેડ મેળવી શક્યો નથી.

માર્ચ-ર૦ર૩ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ ૧૪૦ કેન્દ્રો ઉપર ૧,ર૬,૬ર૪ પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી ૧,રપ,પ૬૩ પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ ૧,૧૦,રર૯ નોંધાયેલ હતાં. તે પૈકી ૧,૧૦,૦૪ર પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તે પૈકી ૭ર,૧૬૬ પરીક્ષાર્થીઓ 'પ્રમાણપત્ર મેળવવાને પાત્ર' થયા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૬પ.પ૮ ટકા આવ્યું છે.

જામનગર જિલ્લામાં ૧૭૦૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં, જેમાંથી ૧૭૦૩ એ પરીક્ષા આપી હતી. તેમાં ૭૭.પ૭ ટકા પરિણામ આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪૧૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં, જે તમામે પરીક્ષા આપી હતી. પરિણામ ૭૧.૦પ ટકા આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ પરિણામ હળવદ કેન્દ્રનું ૯૦.૪૧ ટકા અને જિલ્લામાં મોરબી જિલ્લાનું ૮૩.રર ટકા આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું રર ટકા અને જિલ્લામાં દાહોદ જિલ્લાનું ર૯.૪૪ ટકા પરિણામ આવ્યું છે.

ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં આ વખતના પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત વરસે ૬૪ શાળાની સામે આ વરસે માત્ર ર૭ શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે, જ્યારે ૧૦ ટકા કે તેનાથી ઓછા પરિણામવાળી શાળાની સંખ્યા ગત્ વર્ષની ૬૧ સામે વધીને ૭૬ થઈ છે.

એટલું જ નહીં, સમગ્ર બોર્ડમાં ગત્ વરસે ૧૯૬ વિદ્યાર્થીને એ-વન ગ્રેડ મળ્યો હતો જે આ વરસે માત્ર ૬૧ ને જ મળ્યો છે.

અંગ્રેજી માધ્યમનું પરિણામ ૬૭.૧૮ ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ ૬પ.૩ર ટકા આવ્યું છે. જેમાં 'એ' ગ્રુપનું પરિણામ ૭ર.ર૭ ટકા, 'બી' ગ્રુપનું પરિણામ ૬૧.૭૧ ટકા તથા એબી ગ્રુપનું પરિણામ પ૮.૬ર ટકા આવ્યું છે.

આ પરીક્ષામાં છોકરાઓ ૬૬.૩ર ટકા અને છોકરીઓ ૬૪.૬૭ ટકા પાસ થઈ છે. ગત્ વરસે સમગ્ર બોર્ડનું પરિણામ ૭ર.૦ર ટકા હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh