Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સામે નોંધાયેલ પોલીસ ફરિયાદ રદ કરવા અને નાગરિકોના વાણી સ્વાતંત્ર્યને રોકવા ખોટી રીતે થતી ફરિયાદો રોકવાની માંગ સાથે આજે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલા આવેદન પત્ર જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને પાઠવાયું હતું.
આપના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડની આગેવાનીમાં પાઠવાયેલ આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી કે, રાજ્યમાં આવા ગુનામાં ભોગ બનનારની ફરિયાદ નોંધવાનું પોલીસ ટાળે છે અને બંધારણે બક્ષેલા નાગરિકોના વાણી સ્વતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકાર ઉપર તરાપ મારતી ફરિયાદને તત્કાલિક નોંધાઈ રહી છે.
વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ ડો. ચગના આપઘાત કેસમાં જવાબદારો સામે પગલા લેવા તેમના પુત્રને હાઈકોર્ટમાં જવું પડે છે. પત્રકારને રિપોર્ટીંગ કરવા માટે તેની સામે કેસ દાખલ કરવામાં આવે છે. એક ટ્વીટ કરવા બદલ જવાબદાર રાજકિય પક્ષના પ્રદેશ પ્રમુખ ઉપર કેસ દાખલ કરવામાં આવે છે. આવા બનાવથી ભયનો માહોલ ફેલાય છે. નાગરિકો પોતાની વેદના-લાગણી અભિપ્રાય વ્યકત કરતા ડરે છે. જે લોકશાહી માટે ઘાતક છે. રાજ્ય એક પ્રકારના આપ ખુદ શાસન તરફ આગળ વધી રહ્યું છે તેવો માહોલ ઉભો થઈ રહ્યો છે. આથી 'આપ'ના ઈશુસાન ગઢવી ઉપર થયેલ ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે, અને પોલીસને સૂચના આપવામાં આવે કે નાગરિકોના બંધારણીય અધિકારનું રક્ષણ કરે. અને ખરેખર ગુનાહીત કૃત્ય થયા હોય તેવા બનાવમાં કોઈ પણ ચમરબંધી હોય તો પણ ગુનો નોંધવામાં આવે તેવી માંગ આ આવેદનમાં રજુ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag