Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરજકરાડીમાંથી ત્રણ પત્તાપ્રેમી પકડાયાઃ
જામનગર તા.ર ઃ ભાણવડમાં ગઈકાલે આઈપીએલની મેચ પર સટ્ટો રમતા બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે સુરજ કરાડીમાંથી ત્રણ શખ્સ ગંજીપાના રમતા ઝડપાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં એક રેસ્ટોરન્ટ પાસે ગઈકાલે બે શખ્સ આઈપીએલની મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી મળતા ભાણવડ પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા ચાચા રેસ્ટોરન્ટ નજીક ચોકમાં ઉટ્ઠભા રહી ગઈકાલની ટી-ટવેન્ટી મેચ પર સટ્ટો રમતો રહીમ ઉર્ફે ટીસી સમસુદ્દીન ભાણવડીયા, વિજય નરેન્દ્રભાઈ ભુંડીયા નામના બે શખ્સ મળી આવ્યા હતા.
આ શખ્સોના કબજામાંથી પોલીસે રોકડ રકમ તથા ચિઠ્ઠી કબજે કરી બંને સામે જુગારધારાની કલમ-૧ર (અ) હેઠળ કાર્યવાહી કરી છે.
ઓખામંડળના સુરજ કરાડીમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા માયાભા ચાપાભા ભઠડ, અજુભા બાલુભા માણેક, ખલીદ જુસબભાઈ કુરેશી નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી રૃા.૫૧૪૦ રોકડા કબજે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag