Advertisement
Author: નોબત સમાચાર

જરૃરિયાતમંદોને આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ

કેન્સર રિસર્ચ ઈન્સ્ટિ. દ્વારા

જામનગર તા. રઃ આલ્કલાઈન પાણી શરીરના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે. એસિડિ, ખોરાક, તણાવ અને પર્યાવરણીય ઝેરના સંપર્કને કારણે આપણુ પીએચ એસિડિક હોય છે. કેન્સર અને ઘણી બીમારીઓ આલ્કલાઈન વાતાવરણમાં રહી શકતા નથી માટે તમારા શરીરના પીએચને એસિડિક થી આલ્કલાઈન પીએચમાં આલ્કલાઈઝ કરવું જોઈએ. કેનજનડીવાયઝ પ પ્રકારના પાણીનું ઉત્પાદન કરે છે.

આ આલ્કાઈન પાણીથી આપની તબિયતમાં સુધારો થાય છે તેવું માનતા હો તો જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ આપની મદદે આવેલ છે. કેન્સર અંગેની ફાઈલ લઈ આ સંસ્થાની ઓફિસ ડો. કલ્પનાબેન ખંઢેરિયા હોસ્પિટલમાંથી ગુરૃવાર તા. ૪-પ-ર૩ થી દરરોજ સવારે ૧૧-૩૦ થી ૧ર-૩૦ દરમિયાન વિના મૂલ્યે મેળવી શકાશે.

અગત્સ્ય ગ્લોબલ રીસોર્સિંગ તરફથી આ પાણી વિના મૂલ્યે આપવામાં આવનાર છે. તેમના તરફથી આપવામાં આવેલ માહિતી અન્વયે રોજબરોજ વપરાતું આપણું પાણી ૭ પીએચનું હોય છે, જૈનોનું ઉકાળેલું પાણી ૮ થી ૯ પીએચનું હોય છે. તેનાથી વધારે ૧૧.પ પીએચનું પાણી સવારે ભુખ્યે પેટે ૧પ૦ થી ર૦૦ એમએલ અને રાત્રે સુતા પહેલા ૧પ૦ થી ર૦૦ એમએલ પીવાથી રોગ દૂર થઈ શકે છે, ઈમ્યુનીટી વધે છે. કીમોથેરપી તથા રેડિયો થેરપીની આડઅસર ઓછી થાય છે. રોગ ઉથલો મારવાના ચાન્સીસ ઓછા થાય છે. ૩૦૦ થી ૪૦૦ એમએલ પાણી સમાય તેવી બોટલ સાથે લઈને આવવા પ્રોજેકટ ડીરેકટર એમ.યુ.ઝવેરી તથા વસંતભાઈ ઝિંઝુવાડીયાએ જણાવ્યું છે. આ સંસ્થા દ્વારા માત્ર જરૃરિયાત મંદ માટે પાણી વહેચણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh