Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા માહિતી આપીઃ
નવી દિલ્હી તા. રઃ મહાત્મા ગાંધીના પૌત્ર અરૃણ ગાંધીનું ૮૯ વર્ષની વયે નિધન થયું છે, તેઓ લાંબા સમયથી બીમાર હતાં. અરૃણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ આજે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે.
ગાંધીજીના પૌત્ર અરૃણ મણિલાલ ગાંધીનું ૮૯ વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરૃણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ આજે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. અરૃણ ગાંધી છેલ્લા ઘણાં દિવસોથી બીમાર હતાં. તુષાર ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે. અરૃણ મણિલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે.
તેમનો જન્મ ૧૪ એપ્રિલ ૧૯૩૪ ના દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેમના પિતા અહીં પ્રકાશિત થતા અખબાર ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક હતાં. અરૃણ ગાંધીએ પાછળથી તેમના દાદાના માર્ગને અનુસર્યો અને સામાજિક-રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું હતું.
અરૃણ ગાંધીએ કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. તેમાંથી મારા દાદા મહાત્મા ગાંધીના ગુસ્સાની ભેટઃ અને અન્ય પાઠ મુખ્ય છે. અરૃણ ગાંધી ૧૯૮૭ માં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતાં. અહીં તેમણે તેમના જીવનના ઘણાં વર્ષો મેમ્ફિસ, ટેનેસીમાં વિતાવ્યા. અહીં તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત સંસ્થાની પણ સ્થાપના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag