Advertisement
Author: નોબત સમાચાર

કૂતરાના ત્રાસથી મુક્ત કરવા કેન્દ્ર સરકારે કાયદામાં સુધારો કરવાની જરૃર

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તેમજ દેશભરમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી શહેરી વિસ્તાર હોય કે, ગામડા હોય, કૂતરા કરડવાનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે.

જામનગર શહેરની વાત કરીએ તો શહેરની દરેક શેરી, સોસાયટીના માર્ગો, મુખ્ય માર્ગો ઉપર આઠ-દસ કૂતરાઓની ટોળકી જોવા મળે છે. આ કૂતરાઓ વૃદ્ધો, બાળકોને કરડતા હોય છે, બટકા ભરી નાના બાળકોને એટલી હદે ઈજા પહોંચાડે છે કે, અમુક કિસ્સાઓમાં મરણ થઈ રહ્યાં છે.

ટુ-વ્હીલર વાહન ચાલકોની પાછળ ભસતા-ભસતા દોડે છે, પરિણામે ટુ-વ્હીલર વાહન ચાલકને કાં તો કૂતરાના બટકાનો શિકાર બનવું પડે છે. અથવા કાબુ ગુમાવી બેસે કે ઝડપથી વાહન હંકારવા જાય તો અકસ્માત સર્જાય છે.

કૂતરાઓની ઈનફાઈટ તેમજ ગાય-ખૂંટીયા પાછળ દોડવાને કારણે પણ સમગ્ર વિસ્તારમાં નાસભાગ થાય તેવું ભયજનક વાતાવરણ થઈ જાય છે.

ટીવી ઉપર દરરોજ કોઈને કોઈ ગામ/શહેરમાં કૂતરાના હિચકારા હુમલાના બનાવોના દૃશ્યો જોવા મળે છે, તેમાંય નાના બાળકોને બટકુ ભરતા દૃશ્યો ભારે અરેરાટી ફેલાવી દયે છે. દરરોજ કૂતરા કરડવાના અસંખ્ય બનાવો બની રહ્યાં છે. કૂતરા કરડ્યા પછી હડકવા વિરોધી રસીના ત્રણ ઈન્જેકશન લેવા પડે છે અને તે માટે પણ લોકોને પારાવાર પરેશાની થઈ રહી છે.

આ તમામ બાબતો, રોજબરોજના ગંભીર ઈજા-મરણના બનાવોની જાણ શું કોઈ સરકારી તંત્રને નથી...?

ભારતમાં કમનસીબે 'જીવદયા' ના નામે કૂતરાઓને પકડવા નહીં, મારવા નહીં તેવો કાયદો અમલમાં છે. પણ કૂતરાની જિંદગી કરતા એક કરોડ ગણી વધારે મહામૂલી માનવ જિંદગી કાયદો કરનારા માટે જીવદયાની વ્યાખ્યામાં નથી આવતી...! માનવીનો જીવ બચાવવાને જ ટોચની પ્રાથમિકતા કોઈપણ કાયદો અમલમાં મુક્તા પહેલાં દેવાની જરૃર છે.

છેલ્લા આઠ વરસથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકારે દેશમાં વરસો જુના અને લોકોને અનુકૂળ ન હોય, વિસંગતતા હોય, આંટીઘૂંટીવાળા હોય કે લોકોને ત્રાસરૃપ કે મુશ્કેલી વધારનારા હોય તેવા બે-અઢી હજાર કાયદાઓ રદ્દ કર્યા છે અથવા તેમાં જરૃરી સુધારા-વધારા કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે, ત્યારે હવે સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલા કૂતરાઓના અમાનુષી ત્રાસ અંગે પણ કાયદામાં જરૃરી સુધારા કરવાની તાતી જરૃર છે.

કૂતરાને મનુષ્ય પ્રત્યેનું વફાદાર પ્રાણી કહેવાય છે, પણ તે જે માલિક તેને ઘરમાં રાખીને પાળે છે, તેના માટે છે. શેરી-ગલી-રસ્તા, મહોલ્લામાં રખડતા, ભસતા, કરડતા કૂતરા કોઈને વફાદાર નથી તે હકીકત છે.

કાયદામાં સુધારા વગર કૂતરાનો ત્રાસ દૂર થશે નહીં તે પણ હકીકત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh