Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગરમાં આજે ગુજરાત સ્થાપના દિન (ગુજરાત ગૌરવ દિવસ) નિમિત્તે અરબ યંગ ફાઉન્ડેશન રઝા મિશન દ્વારા આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવેલ હતી. મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબે જણાવ્યું હતું કે, ગરવી ગુજરાતનું નામ દેશમાં અને આખા વિશ્વમાં ગૌરવભેર લેવાય છે. આ દિવસે એક ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવીએ અને એવો સંકલ્પ પણ લઈએ કે ગુજરાતીને હજુપણ વધુ આગળ લઈ જવા માટે આપણે સહુ આપણાથી જે કંઈ બને એ બધું જ કરી છૂટીશું. આ ખુશીના અવસરે અરબ યંગ ફાઉન્ડેશન રઝા મશિનના કાર્યકર્તાઓ દ્વારા ગરીબોને નાસ્તો, ફ્રૂટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ સેવાકીય કાર્યમાં સાજીદભાઈ, વિપુલ જૈન, માહીર મસ્કતી અને આશાદીપ ટ્રસ્ટના પ્રમુખ સતારભાઈ દરજાદા સર્વેએ સેવા આપેલ હતી તેમ મ.રફીકબાદશાહ, આસિફ પીંજારાની સંયુક્ત યાદીમાં જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag