Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની કન્યા છાત્રાલયમાં રહેવા તથા ભોજનની નિઃશુલ્ક સુવિધા

ધો. ૯ થી ૧ર અભ્યાસાર્થે આવતી બાળાઓ માટે

જામનગર તા. રઃ જામનગરની શાળામાં ધો. ૯ થી ૧ર નો અભ્યાસ કરવા માટે ગામડેથી આવતી ગરીબ કન્યાઓને વિનામૂલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થા નગરની શેઠ હંસરાજ લધા તથા કાનજી લધા હિન્દુ કન્યા છાત્રાલયમાં પૂરી પાડવામાં આવે છે. આથી જે બાળાઓ કન્યા છાત્રાલયમાં દાખલ થવા ઈચ્છતી હોય તેમણે વહેલા તે પહેલાના ધોરણે તા. ૧-૬-ર૦ર૩ થી તા. ૧૦-૬-ર૦ર૩ સુધીમાં સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન શેઠ હંસરાજ લધા તથા કાનજી લધા હિન્દુ કન્યા છાત્રાલય, ડી.એસ.પી. બંગલા સામે, તીનબત્તી, જામનગરનો સંપર્ક કરવો.

બાળાઓએ તેમના સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ, છેલ્લી પરીક્ષા પાસકર્યાની માર્કશીટ, જે-તે ગ્રામ પંચાયતનો દાખલો, આધાર કાર્ડ, રાશન કાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ફોર્મ મેળવવાનું રહેશે તથા જામનગરમાં રહેતી કોઈપણ એક વ્યક્તિની ઓળખાણ, સરનામું, ફોન નંબરની વિગતો અને વાલી સાથે હાજર રહી પ્રવેશની વિધિ પૂર્ણ કરવાની રહેશે. વધુ વિગત માટે મેનેજર રમેશભાઈને રૃબરૃ મળવા મો. ૯ર૭પ૧ ૬૮પ૦૯ નો સંપર્ક કરવા શેઠ હંસરાજ લધા ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh