Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરેડમાં ૧૯ પ્લાટુનોમાં ૮૦૦ જવાનોએ દેખાડ્યું કૌવતઃ ચેતક કમાન્ડો, અશ્વદળ, બુલેટપ્રૂફ ગાડી અને પોલીસ બેન્ડે જમાવ્યું આકર્ષણ
જામનગર તા. રઃ જામનગરમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે જામનગર ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી યોજાયેલ પોલીસ પરેડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી ઝીલી હતી. પરેડમાં વિવિધ ૧૯ પ્લાટુનોમાં ૮૦૦ જવાનોએ ભવ્ય પરેડ યોજી કૌવત દેખાડ્યું હતું.
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન જામનગરમાં ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી ઝીલી હતી. આ પરેડે નગરવાસીઓમાં અનેરૃ આકર્ષણ જમાવ્યું હતું.
પ્રારંભમાં પાઈપ બેન્ડથી રાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગન ફાયરથી માર્ચ પાસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરેડમાં કુલ ૧૯ પ્લાટુનના ૮૦૦ જવાનોએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, ચેલા અને બાલાનિવાવ પ્લાટુન, ચેતક કમાન્ડોની બૂલેટ પ્રૂફ રક્ષક ગાડીનો-ટેબ્લો, ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટુન, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લા પોલીસ પુરુષ પ્લાટુન, ગુજરાત જેલ વિભાગ પુરુષ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, જામનગર જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટુન, જામનગર જિલ્લા હોમગાર્ડ પુરુષ તેમજ ગ્રામ રક્ષક દળ પ્લાટુન, જામનગર જિલ્લા એન.સી.સી. પ્લાટુન, જામનગર જિલ્લા એસ.પી.સી. પ્લાટુન તેમજ અશ્વદળ પ્લાટનુ દ્વારકા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.
આ પરેડમાં ગુજરાતની અસ્મિતા તથા હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક લોકનૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં ગુજરાત પોલીસની મહિલા તાલીમાર્થીઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોકપ્રિય ગરબા, એસઆરપી જુથ-૧૩ રાજકોટના તાલીમાર્થીઓ દ્વારા હાલાર પંથકની અસ્મિતાને ઉજાગર કરતા દાંડિયા રાસ, એસ.આર.પી. અને જેલ પોલીસના તાલીમાર્થીઓએ ઉત્તર ગુજરાતનું લોકનૃત્ય રૃમાલ નૃત્ય રજૂ કર્યું હતું. એસ.આર.પી. અને જેલ પોલીસના તાલીમાર્થીઓ તથા એસ.આર.પી. જુથ-૯ વડોદરાના તાલીમાર્થીઓએ ગુજરાતના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા વનબંધુઓનું આદિવાસી નૃત્યુ રજૂ કર્યું હતું.
પરેડ અંતર્ગત મોટર સાયકલ સ્ટંટ શોમાં પોલીસ જવાનોએ રોમાંચક કરતબો કરી આગવું કૌવત દેખાડ્યું હતું. આ સ્ટેટમાં બાઈક પર ઊભા રહી સેલ્યુટ, બાઈકના એક બાજુ ઊભા રહી બેલેન્સી, બાઈક પર હેન્ડા બાર, બાઈક પર રાણી લક્ષ્મીબાઈની પ્રતિકૃતિ, બાઈક પર યોગાસન, બાઈક પર પી.ટી., બાઈક પર ચાર મહિલા બેલેન્સ, બાઈક પર પિસ્ટલ પોઝીશન, બાઈક પર ચાર જવાન બેલેન્સ, બાઈક પર કોમી એક્તા સહિત વિવિધ દિલધડક બાઈક સ્ટંટ યોજવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે રાજ્યપાલ સાથે તેમના ધર્મપત્ની દર્શનાદેવી, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી તેમજ મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ, ડી.જી.પી. વિકાસ સહાય, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, કલેક્ટર બી.એ. શાહ, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag