Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
. .
જામનગર તા.૨: દ્વારકા નજીકના કુરંગા પાસેથી આજે સવારે એક યુવક તથા મહિલા ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. બંનેના મૃત્યુ નિપજ્યા છે. પોલીસે ઓળખ મેળવવા શરૃ કરેલી તપાસમાં મૃતક યુવાન ખંભાળિયાના રહેવાસી અને મહિલા કલ્યાણપુરના રાવલના પરિણીતા હોવાનું બહાર આવ્યું છે.
દ્વારકા-જામનગર ધોરી માર્ગ પર આવેલા કુરંગા ગામના પાટિયા પાસે ધાર્મિક સ્થાનક નજીકથી આજે સવારે એક યુવક તથા એક મહિલા ઝેરી દવા પી લીધી હોય તેવી હાલતમાં જોવા મળતા કોઈએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે દ્વારકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કુરંગા ધસી ગયો હતો.
ત્યાંથી એકવીસેક વર્ષના લાગતા યુવાન તથા ત્રીસેક વર્ષની મહિલા મોઢે ફીણ આવી ગયા હોય તેવી હાલતમાં જોવા મળતા બંનેને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. બંને વ્યક્તિને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં તબીબોેએ મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી હતી.
તે દરમિયાન કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામના વતની અને હાલમાં ખંભાળિયામાં રહેતા વિજય રામાભાઈ વાઘેલા (ઉ.વ.ર૧) નામના દેવીપૂજક યુવાન અને કલ્યાણપુરના રાવલ ગામના શારદાબેન મેરૃભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) નામના દેવીપૂજક પરિણીતા ગુમ હોવાનું જાણવા મળતા બંનેના પરિવારોને પોલીસે બોલાવી મૃતદેહ દેખાડતા મૃતકોની ઓળખ મળી જવા પામી છે. મૃતક વિજયભાઈ તથા શારદાબેન પોતાના ઘરેથી નીકળી ગયા પછી આજે અથવા ગઈરાત્રે કુરંગા પાસે પહોંચ્યા હતા અને જ્યાં બંનેએ એકસાથે વિષપાન કરી જિંદગીનો અંત આણી લીધાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. મૃતદેહોને પી.એમ. માટે ખસેડી પોલીસે તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag