Advertisement
Author: નોબત સમાચાર

ગુજકેટમાં 'એ' ગ્રુપમાં ૪૮૮ અને 'બી' ગ્રુપમાં ૭૮૧ વિદ્યાર્થીઓને ૯૯ થી વધુ પી.આર.

પરીક્ષા આપ્યાના એક મહિનામાં જ આવ્યું રિઝલ્ટ

જામનગર તા. રઃ ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ) સાથે આજે ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે.  રાજ્યમાં ૧,૩૦,૭૮૮ પૈકી ૧,ર૬,૬૦પ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ૪૧૮૩ ગેરહાજર રહ્યા હતાં. તેમ 'એ' ગ્રુપમાં ૪૮૮ એને 'બી' ગ્રુપમા ૭૮૧ વિદ્યાર્થીઓએ ૯૯ થી વધુ પી.આર. મેળવ્યા છે.

ગુજકેટની ૩ એપ્રિલના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સૌથી વધુ સુરતમાં ૧૮ હજાર વિદ્યાર્થી નોંધાયા હતાં. આમ એક માસ જ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ વર્ષે યોજાયેલી ગુજકેટની પરીક્ષામાં ૧ લાખ ૧પ હજાર ગુજરાત બોર્ડના, જ્યારે ૧૩,પ૭૦ સી.બી.એસ.ઈ.ના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ પ૪૬, કાઉન્સિલ ફોર ધી ઈન્ડિયન સ્કૂલ સર્ટિ એકઝામમાં પ૪ર, મહ્રારાષ્ટ્ર બોર્ડમાં ર૬૦, રાજસ્થાન બોર્ડમાં ૭ર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર બોર્ડ સાથે જ ભારત ઉપરાંત ૧૩ વિદેશી વિદ્યાર્થીઓએ પણ ગુજકેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ગુજ. કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે વિવિધ વિષયના બહુ અકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો હતાં. ગુજ. બોર્ડ દ્વારા રજિસ્ટ્રેશન થયેલી શાળાઓ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયમાં એન.સી. ઈ.આર.ટી.ના પાઠ્ય પુસ્તકોનો અમલ કરવામાં આવ્યો હતો. એન.સી.ઈ.આર.ટી. આધારિત ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ મુજબ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી.

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહ્યું હતું. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને ૪૦ પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના ૮૦ ગુણ અને ૧ર૦ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.

ઓ.એમ.આર. આન્સર સીટ પણ ૮૦ પ્રત્યુત્તર માટેની હતી. જીવ વિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ હતું જે માટેની ઓએમઆર આન્સર સીટ પણ અલગ આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh