Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨ ઃ જામનગરની પટેલકોલોનીમાં એક ફ્લેટ ભાડે રાખીને ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી ખંભાળિયાની જોડિયા બહેનો પૈકીની એક બહેને ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. ગયા વર્ષે બીમારીના કારણે આ વિદ્યાર્થિનીએ પરીક્ષામાં ડ્રોપ લેવો પડ્યો હતો. તેથી ચાલુ વર્ષે અભ્યાસ રિપિટ થતો હોવાની વ્યથાથી તેણીએ આત્મહત્યા વ્હોર્યાનું પ્રાથમિક તારણ મળ્યું છે.
ખેદજનક આ બનાવની વધુ વિગત મુજબ, ખંભાળિયાની જડેશ્વર સોસાયટીમાં વસવાટ કરતા દરજી નિલેશભાઈ લક્ષ્મીદાસ ગોહેલ નામના પ્રૌઢને ત્રણ સંતાનમાંથી પુત્ર મોટો છે, જ્યારે માહી (ઉ.વ.૧૫) અને અન્ય એક પુત્રી જોડિયા બાળકો છે. ત્રણેય સંતાનમાંથી હાલમાં માહી તથા તેની જોડકી બહેન જામનગરમાં પટેલકોલોની વિસ્તારની શેરી નં.૧૧/૩માં આવેલા ખ્યાતિ એપાર્ટમેન્ટમાં ૨૦૩ નંબરના ફ્લેટમાં અન્ય એક વિદ્યાર્થિની સાથે ભાડે રહે છે.
બે બહેનો સહિતની ત્રણેય વિદ્યાર્થિનીઓ ધો.૧૧ (સાયન્સ)માં અભ્યાસ કરે છે. જેમાંથી પ્રાઈમ સ્કૂલમાં ધો.૧૧માં અભ્યાસ કરતી માહી ગયા વર્ષે જ ધો.૧૧માં હતી ત્યારે આ વિદ્યાર્થિનીને મેલેરિયા થઈ ગયા પછી આંતરડામાં સોજો આવી જતાં તેણીએ ત્રણેક મહિના સુધી અભ્યાસથી દૂર રહેવંુ પડ્યું હતું તેથી આ વિદ્યાર્થિનીએ ગયા વર્ષે પરીક્ષામાં ડ્રોપ લેવો પડ્યો હતો. તે પછી આ વર્ષે ફરીથી ધો.૧૧માં તેણીનો અભ્યાસ શરૃ કરાવાયો હતો.
તે દરમિયાન ફરીથી એક વખત માહી બીમાર પડતા અભ્યાસમાં વિક્ષેપ થઈ રહ્યો હતો. જેમાં છેલ્લા પચ્ચીસેક દિવસથી તેણીની તબીયત સારી થતાં અભ્યાસ પૂર્વવત કરાયો હતો. ગયા વર્ષે જે અભ્યાસ કર્યાે તે જ ડ્રોપ લેવાના કારણે ફરીથી અભ્યાસમાં રીપીટ થતું હોય, માહી નાસીપાસ થઈ હતી.
તે દરમિયાન ગઈકાલે બપોરે ચારેક વાગ્યે પોતાના રહેણાંક ફ્લેટ પર માહી જ્યારે આવી ત્યારે તેણીની સગી બહેન તથા અન્ય વિદ્યાર્થિની શાળાએ હતી અને માહી એકલી હતી. તે સમયગાળામાં માહીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની સવા છએક વાગ્યે શાળાએથી પરત આવેલી બહેન સહિતની બંને વિદ્યાર્થિનીને જાણ થતાં બંને તરૃણીઓ હેબતાઈ ગઈ હતી.
માહીને ગળાફાંસો ખાધેલી હાલતમાં ફ્લેટમાં નિહાળી બંને વિદ્યાર્થિનીએ તરત જ પિતાને જાણ કરતા ખંભાળિયાથી નિલેશભાઈ અને અન્ય પરિવારજનો જામનગર આવવા નીકળી ગયા હતા. ત્યારે જ પોલીસ કાફલો પણ તે ફ્લેટ પર પહોંચી ગયો હતો. પીએસઆઈ એસ.વી. સામાણીએ મૃતદેહનો કબજો સંભાળી પિતા નિલેશભાઈનું નિવેદન નોંધ્યું છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag