Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કપરા સંજોગોમાં ગુજરાત સરકાર ખેડૂતોની પડખેઃ
ગાંધીનગર તા. ૧૦ઃ ગુજરાત સરકારે છેલ્લા ૯ વર્ષમાં કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને રૃા. ૧૦,૦૦૦ કરોડથી વધુ રકમની સહાય ચૂકવી, અને ૮૮ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની પડખે રાજય સરકાર ઊભી રહી હતી, તેવો દાવો સરકારી યાદીમાં કરાયો છે.
ગુજરાત સરકારનો અભિગમ હંમેશાં ખેડૂતલક્ષી રહ્યો છે, વર્ષ ૨૦૧૫-૧૬ થી અત્યાર સુધીમાં કુદરતી આફતોમાં અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને ચૂકવાયેલી સહાયની રકમનો આંકડો આ વાતનો પુરાવો છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૫-૧૬ થી લઈને વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં કુદરતી આફતમાં થયેલા પાક નુકસાનીમાં રાહત આપવા ૮૮.૭૬ લાખ અસરગ્રસ્ત ખેડૂતોને રૃા. ૧૦,૫૩૨ કરોડથી વધુ રકમની આર્થિક સહાય ચૂકવી છે.
એ સર્વવિદિત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કાર્યરત છે, પણ કમનસીબે અનેકવાર અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, વાવાઝોડું કે માવઠા જેવા કુદરતી પરિબળોના કારણે કિસાનોએ વ્યાપક પ્રમાણમાં પાક-નુકસાની સહન કરવી પડી છે. જો કે, આવા કપરા સંજોગોમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂતોની પડખે અડીખમ ઉભી રહી છે.
જો વિગતવાર જોઈએ તો, વર્ષ ૨૦૧૫-૧૬માં ભારે વરસાદ અને કમોસમી વરસાદના પગલે ૧,૮૨,૦૪૧ ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. આ નુકસાનીની સહાય પેટે સ્ટેટ ડિઝાસ્ટર રિલિઝ ફંડ હેઠળ ખેડૂતોને રૃા. ૨૭૯.૨૨ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. તે જ રીતે વર્ષ ૨૦૧૭-૧૮માં ભારે વરસાદ, પૂર અને જમીન ધોવાણના કિસ્સામાં ૭,૬૯,૫૭૦ ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકારે ખેડૂતોને આ નુકસાની પેટે રૃા. ૧,૭૦૬. ૬૦ કરોડની રકમ સહાય તરીકે ચૂકવી હતી.
બીજા જ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮-૧૯ માં પણ ભારે વરસાદ,પૂર અને દુષ્કાળ જેવી આફતોમાં ૧૭,૫૯,૬૧૪ ખેડૂતોને રાજ્ય સરકારે રૃા.૧,૬૭૮.૦૯ કરોડની રકમ સહાય પેટે ચૂકવી. તે જ રીતે વર્ષ ૨૦૧૯-૨૦માં પણ કમોસમી વરસાદના કિસ્સામાં ૩૩,૧૮,૦૯૭ ખેડૂતોને કૃષિ સહાય પેકેજ તરીકે રૃા. ૨,૪૮૯.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી. વર્ષ ૨૦૨૦-૨૧ પણ બાકાત ન હતું. આ વર્ષમાં ભારે વરસાદ, પૂરના પગલે રાજ્યના ૧૯,૦૩,૫૭૫ ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું. જેની સહાય પેટે સરકાર દ્વારા રૃા.૨,૯૦૫.૯૭ કરોડની ચૂકવણી કરવામાં આવી. વર્ષ ૨૦૨૧-૨૨માં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો ત્યારે વાવાઝોડાથી થયેલા નુકસાનના પગલે રાજ્યના ૭,૬૭,૩૩૦ ખેડૂતોને બે તબક્કામાં રૃા. ૧,૨૪૦.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી.
વર્ષ ૨૦૨૨-૨૩ માં પણ રાજ્યએ અતિવૃષ્ટીનો સામનો કરવો પડ્યો. અતિવૃષ્ટીના કારણે ૧,૩૮,૬૯૧ ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો. આ સ્થિતિમાં રાજ્ય સરકારે રૃા. ૧૪૭ કરોડની સહાય ચૂકવી. વર્ષ ૨૦૨૩-૨૪માં પણ કમોસમી વરસાદની સ્થિતિમાં ૩૭,૦૪૫ ખેડૂતોને કૃષિ રાહત પેકેજ જાહેર કરીને ૮૫.૪૯ કરોડની સહાય ચૂકવી.
આમ, છેલ્લા ૯ વર્ષના સમય-ગાળામાં ગુજરાતમાં આવેલી કુદરતી આફતોમાં ગુજરાત સરકાર ધરતીપુત્ર સાથે ખભેખભા મિલાવી ઉભી રહી છે. તેમ સરકારી અખબારી યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial