Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ ખુંટિયા સાથે બાઈક ટકરાતા ચાલકનું મૃત્યુ

રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માતમાં વૃદ્ધનું મોતઃ અન્ય ત્રણ અકસ્માતમાં ત્રણ ઘવાયાઃ

જામનગર તા.૧૦ ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મંગળવારની રાત્રે રોડની સાઈડમાં પાર્ક થયેલા એક બાઈકને છોટા હાથીએ હડફેટે લેતાં નગરના વૃદ્ધનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. જ્યારે મોખાણાનેસ પાસે ખુંટીયા સાથે બાઈક ટકરાઈ પડતાં બાઈકચાલકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા યુવાનનું ગંભીર ઈજા થવાથી મોત થયું છે અને અન્ય ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘવાયા છે.

જામનગરના ખોજાનાકા વિસ્તાર નજીક આવેલી ટીટોડી વાડી પાસે વસવાટ કરતા અલ્તાફ ગનીભાઈ મકરાણી અને તેના શેઠ મહંમદહુસેન અબુભાઈ કુરેશી (ઉ.વ.૬૨) મંગળવારે રાત્રે એકાદ વાગ્યે જીજે-૧૦-બીએસ ૯૦૦૯ નંબરના બાઈકમાં જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી કોઠાવાલા હોટલ પાસે ઉભા હતા. આ વેળાએ જીજે-૧૦-ટીએક્સ ૭૭૧૨ નંબરનંુ છોટા હાથી જેવું વાહન પુરપાટ ઝડપે ધસી આવ્યંુ હતું. તેના ચાલકે અલ્તાફ તથા મહંમદહુસેનને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મહંમદહુસેનને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. અલ્તાફે પંચકોશી-એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામની સીમમાં ગાગવા પાટિયા પાસેથી મંગળવારે સાંજે એક અજાણ્યા યુવાન રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક બન્કર ટ્રક ધસી આવ્યો હતો. તેના ચાલકે આ યુવાનને ઠોકરે ચડાવતા રોડ પર પછડાયેલા યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રક સ્થળ પરથી નાસી ગયો છે. પડાણાના વિપુલસિંહ ભરતસિંહ ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મેઘપર પોલીસે હિટ એન્ડ રનના આ ગુન્હાની નોંધ કરી ટ્રકની શોધ હાથ ધરી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી શામ સોસાયટી માં રહેતા સાદીકભાઈ યાસીનભાઈ ગઢકાઈ (ઉ.વ.૨૮) નામના યુવાન સોમવારે બપોરે પોતાના બાઈકમાં મોખાણાનેસ પાસેથી આવતા હતા ત્યારે દોડી આવેલા એક ખુંટીયા સાથે ટકરાઈ પડતા સાદીકભાઈને પેટમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. યાસીનભાઈ ગઢકાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના વતની સંજયભાઈ પ્રભુનારાયણ મિશ્રા નામના યુવાન રવિવારે રાત્રે મોટી ખાવડી નજીક મચ્છીપીઠ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે જીજે-૩૭-ટી ૩૯૮૩ નંબરની માલવાહક બોલેરોએ તેઓને ઠોકર મારી પછાડ્યા હતા. ઈજા પામેલા સંજયભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પત્ની સંજુદેવીએ પોલીસમાં ફરિયાદ કરી છે.

જોડિયાના હનીફ ઈશાભાઈ કુરેશી ગયા શુક્રવારે બપોરે સાયકલ લઈને જતાં હતા ત્યારે રીઝવાન પીંજારા નામના શખ્સે પોતાનું એક્ટિવા તેમની સાથે ટકરાવતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા હનીફને દવાખાને દાખલ કરાયા છે.

જામનગર તાલુકાના હડમતિયા ગામના રામજીભાઈ વાળા નામના પ્રૌઢ સોમવારે સાંજે કાલાવડ રોડ પર માટલી ગામથી ધુતારપર તરફ બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૩-સીઆર ૪૭૫૧ નંબરની મોટરે તેઓને હડફેટે લીધા હતા. રામજીભાઈને ફ્રેક્ચર થઈ ગયું છે. તેમના પુત્ર રાહુલે ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh