Advertisement
Author: નોબત સમાચાર

આપણા જીવનમાં કરેલા કર્મોનો ન્યાય શ્રીમદ્ ભાગવત જ કરી શકેઃ પૂ. ભાઈશ્રી

દ્વારકામાં પૂ. રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત સપ્તાહઃ

શ્રીમદ્ ભાગવતના પ્રમથ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ખૂબ જ અદ્ભુત વેદાંત સાર રહલો છે. જનમાદ્યસય યતઃ આ સ્મૃતિ વાક્યથી ભાગવતનો પ્રારંભ થયો છે. ત્યારપછી બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર છે અથાતો બરહ્મ જજિઝાસા, શાસતરયોનતિવાત્ તતતુ સમનવયાત જેવા પપપ સૂત્રો છે. અલગ અલગ અધિકરણોમાં ઉપનિષદોમાં વેદ મંત્રોમાં જ્યાં વિસંગતિ ખબર પડે છે વિસંગતિ છે નહીં પણ ખબર પડે છે. દેખાય રહી છે તો વેદ અલગ અલગ વાત કરે એવું તો શક્ય નથી. ત્યાં સંગતિ બેસાડવા માટે ભગવાન બાદરાયણે આ પપપ સૂત્રો લખ્યા છે. બ્રહ્મસૂત્ર કહો, વેદાંત કહો, આપણા સનાતન ધર્મમાં જેને પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા સુપ્રિમ કોર્ટ કહે છે કે તે આ પ્રસ્થાનત્રયી છે. વેદ, બ્રહ્મસૂત્રવાક્ય, શ્રીકૃષ્ણના વાક્યો આ બધાને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. કોઈપણ વિષયનો અંતિમ નિર્ણય આ પ્રસ્થાનત્રયીના આધારે લેવાય છે. જેમ સર્વોચ્ચ ન્યાયાલયમાં ફેસલાને ખાલી રાષ્ટ્રપતિ જ પરિવર્તન કરી શકે છે એવી જ રીતે આપણા જીવનના કરેલા કર્મનો ન્યાય શ્રીમદ્ ભાગવત જ કરી શકે છે. જે ભગવાન શ્રીકૃષ્ણનું વાંગમય સ્વરૃપ છે. શ્રીમદ્ ભાગવત સાક્ષાત શ્રીકૃષ્ણ પરમાત્માનું જ સ્વરૃપ છે. એ માટે જ ભાગવતજી જે કહે તે સર્વોપરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh